Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Police Recruitment માટે મહત્વના સમાચાર...

પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુ બાજુ શરૂ થશે શરૂઆતમાં જે ઉમીદવારોએ PSI અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને બોલાવામાં આવશે Police Recruitment : ગુજરાત પોલીસ ભરતી (Police Recruitment )...
police recruitment માટે મહત્વના સમાચાર
  • પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર
  • પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુ બાજુ શરૂ થશે
  • શરૂઆતમાં જે ઉમીદવારોએ PSI અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને બોલાવામાં આવશે

Police Recruitment : ગુજરાત પોલીસ ભરતી (Police Recruitment ) ને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી છે કે પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુ બાજુ શરૂ થશે. શરૂઆતમાં જે ઉમીદવારોએ PSI અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવામાં આવશે

Advertisement

psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે

પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી છે કે પોલીસ ભરતી ની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. આ માહિતીને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.

Advertisement

આ પણ વાંચો---Gujarat Police : પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં અરજીઓનું વાવાઝોડું! હસમુખ પટેલે આપી ચોંકાવનારી માહિતી!

cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે

તેમણે અન્ય ટ્વિટમાં જણાવ્યું કે, CCE ની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયારી ચાલુ રાખી શકે. વાંચનની વચ્ચે શારીરિક શ્રમ તેમને અભ્યાસમાં મદદ કરશે. શારીરિક શ્રમ મનને ઉર્જાવાન અને હકારાત્મક રાખે છે અને નિરાશા તથા ઉદાસીની શક્યતા ઘટાડે છે.

Advertisement

કુલ-14820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે

ઉલ્લેખનિય છે કે થોડા સમય અગાઉ જાહેરાત કરાઇ હતી કે આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે. વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં 129 એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ, ૧૨૬ વાયરલેસ પી.એસ.આઈ, ૩૫ એમ.ટી. પી.એસ.આઈ, ૫૫૧ ટેકનીકલ ઓપરેટર, ૪૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૧, ૨૬ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-૨, ૧૩૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૨, ૭૨૧૮ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૧૦ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૨૧૪ એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૦ જેલ સિપાઈ(પુરુષ) અને ૩૧ જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો----Government Job : સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

Tags :
Advertisement

.