Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Renuka Swamy murder case : પવિત્રા સહિત 2 અભિનેત્રીને અશ્લિલ મેસેજ મોકલતો....

રેણુકા સ્વામી હત્યા કેસમાં વધુ એક નવો ખુલાસો પવિત્રા દર્શનની નજીક કેવી રીતે આવી? સતત અશ્લીલ મેસેજીસ મળતા હતા પોલીસે રેણુકા સ્વામી હત્યા કેસમાં 3,991 પાનાની પ્રાથમિક ચાર્જશીટ રજૂ કરી દર્શનને હાલમાં બલ્લારી જેલમાં રાખવામાં આવ્યો Renuka Swamy murder...
renuka swamy murder case   પવિત્રા સહિત 2 અભિનેત્રીને અશ્લિલ મેસેજ મોકલતો
Advertisement
  • રેણુકા સ્વામી હત્યા કેસમાં વધુ એક નવો ખુલાસો
  • પવિત્રા દર્શનની નજીક કેવી રીતે આવી?
  • સતત અશ્લીલ મેસેજીસ મળતા હતા
  • પોલીસે રેણુકા સ્વામી હત્યા કેસમાં 3,991 પાનાની પ્રાથમિક ચાર્જશીટ રજૂ કરી
  • દર્શનને હાલમાં બલ્લારી જેલમાં રાખવામાં આવ્યો

Renuka Swamy murder case : રેણુકા સ્વામી હત્યા કેસ (Renuka Swamy murder case)માં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસની નવી ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે કેવી રીતે રેણુકા સ્વામી દર્શન અને પવિત્રા ગૌડાની પ્રેમકથામાં વિલન બન્યો હતો અને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં જ હત્યામાં સામેલ આરોપી પ્રદોષે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે રેણુકા સ્વામી માત્ર પવિત્રા ગૌડાને જ નહીં પરંતુ દક્ષિણની અન્ય બે અભિનેત્રીઓને પણ અશ્લીલ મેસેજ મોકલતો હતો.

વધુ એક નવો ખુલાસો

હવે આ મામલે વધુ એક નવો ખુલાસો સામે આવ્યો છે. પવિત્રા ગૌડાએ પોલીસને કથિત રીતે જણાવ્યું છે કે તેને રેણુકા સ્વામી પાસેથી કેવી રીતે અશ્લીલ સંદેશાઓ અને વીડિયો મળી રહ્યા હતા. તેણે દર્શનને આ વિશે જણાવ્યું અને પછી કેવી રીતે સમગ્ર હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું.

Advertisement

આ પણ વાંચો---પોતાના જ ફેનની હત્યા કરનાર Darshan Thoogudeepa જેલમાં કોફી અને સીગરેટથી માણી રહ્યો છે મોજ!

Advertisement

પવિત્રા દર્શનની નજીક કેવી રીતે આવી?

ચાર્જશીટને ટાંકીને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પવિત્ર ગૌડાએ પોલીસને ઘણા રહસ્યો જાહેર કર્યા. તેણે જણાવ્યું કે તે કેવી રીતે પ્રથમ વખત દર્શનને મળી અને કેવી રીતે બંને નજીક આવવા લાગ્યા. પોતાના રિલેશનશિપ વિશે વાત કરતા પવિત્રાએ કહ્યું, 'જ્યારે હું 2013માં પહેલીવાર દર્શનને મળી ત્યારે મને ખબર નહોતી કે તે પરિણીત છે.' રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસે આગળ કહ્યું, 'મેં 2014માં બુલબુલ માટે ઓડિશન આપ્યું હતું. તે સમયે મેં મારી મોડલિંગ પ્રોફાઇલ દર્શન સાથે શેર કરી હતી. મેં એક જાણીતા મેનેજર પાસેથી તેનો નંબર મેળવ્યો.

મારો દર્શન સાથે ઝઘડો થયો

પવિત્રા ગૌડાએ વધુમાં જણાવ્યું હતું કે, 'જ્યારે મેં પહેલીવાર ઓડિશનને લઈને દર્શનનો સંપર્ક કર્યો ત્યારે તે પૂર્ણ થઈ ચૂક્યું હતું. તેણે કહ્યું કે જો કોઈ નવી ફિલ્મ આવશે તો તે મને જણાવશે. આ પછી અમારી વચ્ચે વોટ્સએપ અને કોલ દ્વારા વાતચીત શરૂ થઈ હતી.' અભિનેત્રીએ આગળ કહ્યું, '2024માં જ્યારે દર્શન મને જાણ કર્યા વગર તેની પત્ની વિજયાલક્ષ્મી સાથે દુબઈ ગયો હતો, ત્યારે મારો દર્શન સાથે ઝઘડો થયો હતો. મેં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

સતત અશ્લીલ મેસેજીસ મળતા હતા

રેણુકા સ્વામીની હત્યા અંગે વાત કરતા પવિત્ર ગૌડાએ વધુમાં કહ્યું કે, 'મને ઇન્સ્ટાગ્રામ પર કેએસ ગૌતમ1990 તરફથી અશ્લીલ મેસેજ મળી રહ્યા હતા. ઘણા અશ્લીલ વીડિયો અને ફોટા પણ મને મોકલવામાં આવી રહ્યા હતા. મેં અગાઉ આ અંગે ફરિયાદ કરી ન હતી. બાદમાં મેં પવન સાથે વાત કરી અને તેને આ અશ્લીલ મેસેજ મોકલનાર વ્યક્તિને શોધવા કહ્યું. આ પછી પવને દર્શનના ચાહકોને તેને ચિત્રદુર્ગમાં શોધવાનું કહ્યું હતું.

પોલીસે રેણુકા સ્વામી હત્યા કેસમાં 3,991 પાનાની પ્રાથમિક ચાર્જશીટ રજૂ કરી

પવિત્રા ગૌડાએ વધુમાં કબૂલાત કરી હતી કે તમામ પ્રયાસો બાદ આખરે રેણુકા સ્વામીને શોધી કાઢવામાં આવ્યો હતો. તેના પર કથિત રીતે દર્શન સાથે જોડાયેલા લોકોના કહેવા પર હુમલો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ગયા અઠવાડિયે પોલીસે રેણુકા સ્વામી હત્યા કેસમાં 3,991 પાનાની પ્રાથમિક ચાર્જશીટ રજૂ કરી છે, જેમાં ઘટનાઓ અને દરેક આરોપીઓની સંડોવણીનો ખુલાસો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે દર્શનને હાલમાં બલ્લારી જેલમાં રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો----રેણુકા સ્વામી હત્યા મામલે કન્નડ એક્ટર Darshan Thoogudeepa ની મુશ્કેલીઓ વધી, બેંગલુરુ પોલીસે કરી ધરપકડ...

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Rajkot : રાજકુમાર જાટના મોત મામલે પિતા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનું કહેતા રહસ્ય સર્જાયું

featured-img
Top News

Terror in PAK: પાકિસ્તાનમાં વધુ એક હાઇપ્રોફાઇલ હત્યા, ક્વેટામાં જમિયતના મુફ્તી અબ્દુલ પર ગોળીબાર

featured-img
Top News

Weather Today : ઉનાળો આવી ગયો છે છતાં આ રાજ્યોમાં ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી

featured-img
Top News

Elon Musk સાથે મારી જૂની મિત્રતા છે, મને DOGE મિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે - PM Modi

featured-img
Top News

Pakistan : છેલ્લા 48 કલાકમાં 57 હુમલા, BLA અને TTP એ 100 થી વધુ લોકોના મોતનો દાવો કર્યો

featured-img
Top News

Rashifal 17 માર્ચ 2025 : સોમવારે ચિત્રા નક્ષત્રમાં ધ્રુવ યોગ રચાતા આ રાશિના લોકોને સંપત્તિની દ્રષ્ટિએ જબરદસ્ત લાભ થશે

×

Live Tv

Trending News

.

×