Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

KHEDA: પોલીસ- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો વિરોધાભાસ જોખમી સાબિત થશે

ખેડામાં નશીલી સિરપથી મોતનું તાંડવ વિભાગોના દોષારોપણમાં યુવાધન બરબાદ! ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો લેખિત પત્ર વાયરલ સીરપ વેચાણ માટે મંજૂરી જરૂરી ન હોવાનો ઉલ્લેખ માત્ર ઉત્પાદન માટે જ પરવાનગી જરૂરીઃ ફૂડ વિભાગ પોલીસ- ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો વિરોધાભાસ ફૂડ એન્ડ...
12:37 PM Nov 30, 2023 IST | Vipul Pandya

ખેડામાં નશીલી સિરપથી મોતનું તાંડવ
વિભાગોના દોષારોપણમાં યુવાધન બરબાદ!
ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો લેખિત પત્ર વાયરલ
સીરપ વેચાણ માટે મંજૂરી જરૂરી ન હોવાનો ઉલ્લેખ
માત્ર ઉત્પાદન માટે જ પરવાનગી જરૂરીઃ ફૂડ વિભાગ
પોલીસ- ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો વિરોધાભાસ
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કહ્યું પોલીસ કાર્યવાહી કરશે
'12 ટકાથી ઓછા આલ્કોહોલમાં કાર્યવાહી નહીં'
મોતના તાંડવ વચ્ચે વિભાગોની અસ્પષ્ટતા જોખમી
આયુર્વેદના નામે બેફામ વેચાઈ રહી છે સિરપ

ખેડામાં નશીલી સિરપથી મોતનું તાંડવ સર્જાયું છે. છેલ્લા 2 દિવસમાં નશીલી સિરપ પીધા બાદ 6 ના મોત થયા છે જેમાં 3 વ્યક્તિના મોત તો નશીલી સીરપ પીવાથી થયા છે તેવું ખુદ પોલીસે સ્વીકાર્યું છે. પોલીસે આ મામલે દુકાનદાર સહિત 3 લોકોની અટકાયત કરી છે. જો કે આ નશીલી સીરપ વિશે પોલીસ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ વચ્ચે અસંમજસ જોવા મળી રહી છે. ફુડ કન્ટ્રોલ વિભાગ આયુર્વેદના નામે સીરપ વેચાઇ રહી છે તે ખબર છે પણ કાર્યવાહી કરવાનું અમારું મંતવ્ય છે. બીજી તરફ ખેડા એસપી કહે છે કે અમને આવો કોઇ પત્ર મળ્યો નથી પણ રાજ્યના પોલીસ વડા સ્વીકારે છે કે આવો પત્ર મળ્યો છે જેથી સરકારના વિભાગે મોતના તાંડવ બાદ એકબીજા પર દોષારોપણ કરી રહ્યું છે.

લોકોમાં ભયનો માહોલ

પોલીસે કરેલી તપાસમાં 1 સપ્તાહમાં 50 લોકોને આ સિરપ વેચી હોવાનું બહાર આવ્યું છે. આ વિસ્તારમાં ટપોટપ મોત બાદ લોકો ભયનો માહોલ સર્જાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પણ ધામા નાંખ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તપાસમાં જોડાઈ છે અને રહી રહીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ આખરે જાગ્યું છે અને તપાસ કરાઇ રહી છે.

પત્ર વિશે વિરોધાભાસ

બીજી તરફ ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ કહ્યું કે નિવેદન બિલોદરા ગામના 3 લોકોના મોત થયા છે
પણ પરિવારે પોલીસને કોઇ માહિતી આપી ન હતી. ખેડાના એસપી કહે છે અમે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનો કોઇ પત્ર મળ્યો નથી જ્યારે રાજ્યના ડીજીપી કહે છે કે આવો પત્ર મળ્યો છે.

મોતના તાંડવ વચ્ચે વિભાગોની આ અસ્પષ્ટતા જોખમી
સરકારના પોલીસ અને ફુડ કન્ટ્રોલ વિભાગના એકબીજા પર કરાયેલા દોષારોપણમાં યુવાધન બરબાદ થઇ રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો લેખિત પત્ર વાયરલ થયો છે જેમાં આ સીરપ વેચાણ માટે મંજૂરી જરૂરી ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. ફુડ વિભાગ કહે છે કે માત્ર ઉત્પાદન માટે જ પરવાનગી જરૂરી છે. આ સાથે પોલીસ- ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કહ્યું પોલીસ કાર્યવાહી કરશે તો અને 12 ટકાથી ઓછા આલ્કોહોલમાં કાર્યવાહી નહીં તેમ જણાવાયું છે. મોતના તાંડવ વચ્ચે વિભાગોની આ અસ્પષ્ટતા જોખમી છે. પોલીસ નશાયુક્ત સીરપ હેઠળ કાર્યવાહી કરશે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી બનતી નથી તેમ પત્રમાં જણાવાયું છે.

આ પણ વાંચો----ખેડા જિલ્લામાં 5 લોકોના શંકાસ્પદ મોત, નશીલી સિરપ પીધાની શંકા

Tags :
Food and Drugs DepartmentGujaratKhedaPoisonous syruppolice department
Next Article