ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાની યુવતીએ કર્યું ટ્વિટ તો દિલ્હી પોલીસે આ જવાબ આપ્યો, વાંચો રસપ્રદ બનાવ

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન તેની નાપાક હરકતોને કારણે ઘણી વાર દુનિયાભરમાં હાસ્યનું પાત્ર બની જાય છે. પાકિસ્તાનના લોકો પણ ક્યારેક તેવી હરકતો કરે છે જેના કારણે પાકિસ્તાન બદનામ થાય છે.  હાલમાં મોંઘવારી અને ભૂખમરાથી પીડાતા પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની...
10:29 AM May 10, 2023 IST | Vipul Pandya
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન તેની નાપાક હરકતોને કારણે ઘણી વાર દુનિયાભરમાં હાસ્યનું પાત્ર બની જાય છે. પાકિસ્તાનના લોકો પણ ક્યારેક તેવી હરકતો કરે છે જેના કારણે પાકિસ્તાન બદનામ થાય છે.  હાલમાં મોંઘવારી અને ભૂખમરાથી પીડાતા પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકર્તાઓ અને સમર્થકો રસ્તા પર હંગામો મચાવતા જોવા મળે છે અને દેશમાં તણાવ જેવું વાતાવરણ છે. આ દરમિયાન એક પાકિસ્તાની ટ્વિટર યુઝરે ભારતમાં દિલ્હી પોલીસને ઈમરાન ખાનની ધરપકડ પર કાર્યવાહી કરવા જણાવ્યું છે.
ભારતીય વડા પ્રધાન અને ગુપ્તચર એજન્સી R&AW પર પાકિસ્તાનમાં અશાંતિ અને આતંકવાદ ફેલાવવાનો આરોપ
ટ્વિટર બાયો અનુસાર, પોતાને પાકિસ્તાની અભિનેત્રી ગણાવતા સહર શિનવારીએ એક ટ્વિટ કર્યું છે. જે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડની જેમ જ સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહી છે. ટ્વિટ કરીને, ભારતીય વડા પ્રધાન અને ગુપ્તચર એજન્સી R&AW પર પાકિસ્તાનમાં અશાંતિ અને આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવતા, તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવા માટે દિલ્હી પોલીસની ઑનલાઇન લિંક માંગી છે. જેના જવાબમાં દિલ્હી પોલીસે કથિત રીતે પાકિસ્તાની અભિનેત્રીને ચૂપ કરી દીધી છે.

ભારતીય સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
ટ્વિટર પર, સહર શિનવારીએ એક ટ્વિટમાં લખ્યું છે કે તેમને ભારતના વડાપ્રધાન અને ગુપ્તચર એજન્સી R&AW વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે દિલ્હી પોલીસની ઑનલાઇન લિંકની જરૂર છે. તે ભારતીય વડાપ્રધાન અને ગુપ્તચર એજન્સી R&AW પર પાકિસ્તાનમાં અશાંતિ અને આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવી રહી છે. જેની સાથે તેણે ભારતીય સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે તેને ન્યાય અપાવશે.

દિલ્હી પોલીસનો લાજવાબ જવાબ
હાલમાં ભારતીય સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મેળવતા પહેલા તેને દિલ્હી પોલીસનો જવાબ મળી ગયો છે. ટ્વિટર પર દિલ્હી પોલીસે તેના ઓફિશિયલ હેન્ડલ પરથી ટ્વિટ કરીને લખ્યું છે કે પાકિસ્તાન અમારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું. અત્યારે અમે જાણવા માંગીએ છીએ કે જ્યારે પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ છે તો તમે કેવી રીતે ટ્વીટ કરી રહ્યા છો. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસનો આ સ્વેગ ભરેલો જવાબ સમગ્ર સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે., મોટાભાગના યુઝર્સ આને લઈને પાકિસ્તાનની મજાક ઉડાવતા જોવા મળે છે.
આ પણ વાંચો---પાકિસ્તાનમાં આગામી 48 કલાક ગંભીર, માર્શલ લૉ લદાવાની આશંકા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Indian PMPakistanPakistani actressTweet
Next Article