Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Miraculous Truck : 23 વર્ષથી પાર્ક કરેલો ટ્રક રાત્રે લોકોને ફરતો દેખાય છે, વાંચો રહસ્યમય અહેવાલ

Miraculous Truck : અનેક એવા વણ ઉકેલ્યા રહસ્યો છે જેની લોકવાયકાઓ સાંભળવી જ રહી કારણ કે સાયન્સ પણ તેને સાબિત નથી કરી શક્યું. માનો કે ન માનો પણ તે રહસ્યો આજે પણ અકબંધ રહ્યા છે. ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલ ખોરજ...
02:42 PM Feb 06, 2024 IST | Vipul Pandya
miraculous truck

Miraculous Truck : અનેક એવા વણ ઉકેલ્યા રહસ્યો છે જેની લોકવાયકાઓ સાંભળવી જ રહી કારણ કે સાયન્સ પણ તેને સાબિત નથી કરી શક્યું. માનો કે ન માનો પણ તે રહસ્યો આજે પણ અકબંધ રહ્યા છે. ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલ ખોરજ ડાભી ગામમાં પણ એક ચમત્કારિક ટ્રક ( Miraculous Truck) છે. આ ટ્રક દરગાહમાં છેલ્લા 23 વર્ષથી પાર્ક કરેલી હાલતમાં છે પરંતુ આ ટ્રક લોકોને ગમે ત્યાં ગમે તે માર્ગ પર દેખાઈ આવે છે આવો જાણીએ ટ્રકની અનોખી કહાની વિશે.

સૈયદ અમીર અલી બાપુનો આ ટ્રક

સૈયદ અમીર અલી બાપુનો આ ટ્રક છે અને આ ટ્રક જ્યાં રાખવામાં આવ્યો છે તે દરગાહ પણ તે બાપુની જ છે. આજથી ૨૩ વર્ષ પહેલા તેમનું અવસાન થયું અને તેમની દફનવિધિ અહીં કરવામાં આવી હતી. ત્યારે જ બાપુના ટ્રકને પણ અહીં પાર્ક કરવામાં આવ્યો. તે દિવસ અને આજનો દિવસ તે ટ્રક અહીં જ પાર્ક થયેલો છે તેમ છતાં અનેક લોકોને તે રાત્રે ફરતો દેખાઈ આવે છે. લોકો આ ટ્રક અને ચમત્કારિક માને છે. બાપુ સૈયદ અમીર અલી જેમના મિત્ર જીવનજી ડાભી હતા. બંને મિત્રોની મિત્રતાની લોકો આજે પણ મીસાલ આપે છે. જીવનજી ડાભીનો પરિવાર આ દરગાહનું સંચાલન કરે છે. બાપુની આ દરગાહ સાથે તેમના ટ્રકને લઈને અનેક લોકવાયકાઓ પણ વર્ષોથી ચાલતી આવી છે.

દરગાહનું સંચાલન વર્ષોથી એક હિન્દુ પરિવાર કરે છે

આ દરગાહનું સંચાલન વર્ષોથી એક હિન્દુ પરિવાર કરે છે એટલે હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ પણ આ દરગાહ અને આ ટ્રક પૂરી પાડે છે. તો સાથે સાથે દોસ્તીની અનોખી મિસાલ પણ આ દરગાહ આપે છે. આ દરગાહનું સંચાલન કરતા રતનજી ડાભી જણાવે છે કે તેમના પિતા જીવણજી ડાભી અને સૈયદ અમીર અલી ની દોસ્તીની અનોખી મિસાલ આ દરગાહ અને ટ્રક છે. બંને મિત્રો હાલ હયાત નથી પરંતુ તેમની દરગાહનું સંચાલન તેમનો પરિવાર કરી રહ્યો છે.

દરગાહ હિન્દુ મુસ્લિમ આસ્થાનું પ્રતીક

સૈયદ અમીર અલીની દરગાહ હિન્દુ મુસ્લિમ આસ્થાનું પ્રતીક છે. દૂર દૂરથી લોકો પોતાની વિવિધ મન્નત રાખવા આવતા હોય છે. અનેક લોકો આ ટ્રકને અલગ અલગ જગ્યાએ જોયો હોવાની વાત પણ કરે છે. સૈયદ અમીર અલી બાપુ નો ટ્રક 23 વર્ષથી આ દરગાહમાં રાખેલો છે. ત્યારે ટ્રકની સાથે પણ અનેક ચમત્કારિક વાર્તાઓ જોડાયેલી છે. લોકો આ ટ્રકને ચમત્કારિક માને છે અનેક લોકો અહીં દર્શને આવે ત્યારે વાત કરતા હોય છે કે આ ટ્રક તેમણે જે તે જગ્યાએ જોયો હતો અને સૈયદ અલી બાપુનો ટ્રક લોકોને રાત્રે અલગ અલગ જગ્યા ઉપર જોવા મળતો હોય છે.

સૈયદ અમીર અલી બાપુની દરગાહ અને તેમનો ટ્રક આજે પણ ખરા અર્થમાં જીવંત હોવાનું લોકોનો દાવો

સૈયદ અલી બાપુ નાનપણથી જ લોકવાયકા પ્રમાણે અનેક ચમત્કારો તેમના જીવનમાં જોવા મળ્યા હતા જેમાં શિક્ષક લાકડીથી મારે તો લાકડી સાપ બની જાય.અનેક લોકોના રોગ તેઓ દૂર કરી આપે અને હાલ ટ્રક જે છે તે રાત્રે લોકોની મદદ લઈ જાય તેથી આ દરગાહ લોકોનો વિશેષ આકર્ષણનો અને આસ્થાનું કેન્દ્ર બની છે. એવું પણ કહેવાય છે કે ટ્રકના માલિક સૈયદ અમીર અલી બાપુ જીવતા હતા ત્યારે તેમણે તેમની દરગાહ ની જગ્યા નક્કી કરી હતી અને તેમના ગુજરી ગયા પછી તેમના મિત્ર જીવણસિંહ બાપુએ તે જ જગ્યાએ તેમની દરગાહ બનાવી અને આજે તે દરગાહ લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની. ગાંધીનગર જિલ્લા કલોલ તાલુકા માં આવેલ ખોરજ ડાભી ગામ માં આવેલી સૈયદ અમીર અલી બાપુની દરગાહ અને તેમનો ટ્રક આજે પણ ખરા અર્થમાં જીવંત હોવાનું લોકોનો દાવો છે.

ટ્રક છેલ્લા 23 વર્ષથી અહીં પાર્ક કરેલી છે તેમ છતાં તે રાત્રે લોકોની મદદે જાય છે

આપણા દેશમાં અનેક ચમત્કારો રહસ્ય એવા છે કે જે હજુ પણ વણ ઉકેલ્યા છે તેવું જ એક રહસ્ય ગાંધીનગર જિલ્લા કલોલ તાલુકામાં આવેલ ખોરજ ડાભી ગામ માં રહેલ આ ચમત્કારિક ટ્રકનું છે જે ટ્રક છેલ્લા 23 વર્ષથી અહીં પાર્ક કરેલી છે તેમ છતાં તે રાત્રે લોકોની મદદે જાય છે લોકોને જે તે જગ્યાએ દેખાય છે અને આ ટ્રકનું રહસ્ય લોકોમાં ચર્ચા નું કેન્દ્ર બન્યું છે પરંતુ તેનો રહસ્ય હજુ સુધી શોધી શકાયો નથી. ત્યારે લોકોના મતે ટ્રકના માલિક સૈયદ અમીર અલી બાપુ અને તેમની ટ્રક આજે પણ ખરા અર્થમાં જીવંત છે અને લોકોને તેનો અહેસાસ થાય છે. મહત્વનું છે કે ટ્રક ને ઘોડી ઉપર મૂકવામાં આવ્યો છે અને 23 વર્ષથી અહીં પાર્ક કરેલી આ ટ્રકના ટાયરની હવા પણ નીકળી નથી અને તેના નિયમિત સાફ ન કરવામાં આવે તો પણ તે સાફ જ રહે છે.

આ પણ વાંચો-----SURAT : સુરતના આ મંદિરમાં માનતા પૂરી કરવા કરચલાં ચઢાવાય છે જીવતા કરચલા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ--સંજય જોશી, અમદાવાદ

Tags :
Dargah in Khoraj Dabhi villageGandhinagarGujaratGujarat FirstKalolmiraculous truckThe mysterious truck
Next Article