Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat : આજે 1 વાગ્યા સુધી ગુજરાતમાં ભારે...!

Gujarat : વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી આવી છે. હવામાન વિભાગે ગુજરાત (Gujarat) માં એક વાગ્યા સુધી 13 જિલ્લામાં વરસાદી આફતની આગાહી કરી છે. આ જિલ્લામાં મેઘગર્જના સાથે વરસાદ ગુજરાતના ચાર જિલ્લામાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં મેઘગર્જનાની આગાહી કરવામાં...
gujarat   આજે 1 વાગ્યા સુધી ગુજરાતમાં ભારે

Gujarat : વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી આવી છે. હવામાન વિભાગે ગુજરાત (Gujarat) માં એક વાગ્યા સુધી 13 જિલ્લામાં વરસાદી આફતની આગાહી કરી છે.

Advertisement

આ જિલ્લામાં મેઘગર્જના સાથે વરસાદ

ગુજરાતના ચાર જિલ્લામાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં મેઘગર્જનાની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સરહદી જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ 13 જિલ્લાઓને આવરી લે તેવું અનુમાન છે

કેટલાક જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી

કેટલાક જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનું પણ અનુમાન કરાયું છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આજે અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદ

ઉપરાંત આજે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી , ગીરસોમનાથ, ભાવનગર, ભરૂચ સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

16 મેના રોજ માત્ર બનાસકાંઠામાં છૂટાછવાયા ગાજવીજ સાથે વરસાદ

હજુ આવતીકાલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે. આવતીકાલે બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. 16 મેના રોજ માત્ર બનાસકાંઠામાં છૂટાછવાયા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે.

Advertisement

આ પણ વાંચો---- Unseasonal rain : સાવચેત રહેજો! આગામી બે દિવસ આ જિલ્લાઓમાં કહેર વર્તાવશે માવઠું! વીજળી પડતાં 2 ના મોત

આ પણ વાંચો---- Rain Forecast : ભારે પવનના લીધે અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી, પાકને નુકસાનથી જગતનો તાત ચિંતામાં

આ પણ વાંચો----- Gondal: ગોંડલ પંથકના વાતાવરણમાં જોવા મળ્યો પલટો, દેરડી ગામે ભારે પવન સાથે વરસાદ

આ પણ વાંચો---- MONSOON : આનંદો..નિયત સમય કરતા આગળ ચાલી રહ્યું છે ચોમાસું..!

Tags :
Advertisement

.