Gujarat Weather : રાજકોટમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો, બે દિવસ આ જીલ્લામાં હીટવેવની આગાહી
- રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન વિભાગની આગાહી
- આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે
- આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છમાં હીટ વેવની આગાહી
- સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. બે દિવસ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે લોકોને સાવચેતી રહેવા અપીલ કરી
અમદાવાદમાં આજે 43 ડિગ્રી તાપમાનની શક્યતા છે. પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચકાયો હતો. હાલ પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાયા હતા. રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડકામાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચન કર્યું હતું.
દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમીનો પારો વધશેઃ હવામાન વિભાગ
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસેજણાવ્યું હતું કે, દ્વારા આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ તેમજ હીટવેવની આગાહી કરી હતી. સૌરાષ્ટ્ર-કચ્છનાં કેટલાક ભાગોમાં સવારનાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો. સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં તાપમાનમાં પણ વધારો થવા પામ્યો હતો. તેમજ 1 લી મે થી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ ગરમીનો પારો ઉંચકાવાની શક્યાતઓ છે.
આ પણ વાંચોઃ Banaskantha: આતંકી હુમલાને લઈ પાલનપુરમાં જનઆક્રોશ મહારેલી, અંબાજીમાં પણ વેપારીઓએ વિરોધ કર્યો
ગરમીઓ 120 વર્ષનો ગરમીનો રેકોર્ડ તોડ્યો
હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાવા પામ્યું હતું. રાજકોટમાં ગરમીઓ 120 વર્ષનો ગરમીનો રેકોર્ડ તોડ્યો હતો. રાજકોટમાં ઈતિહાસનો બીજો સૌથી ગરમ દિવસ છે. રાજકોટમાં સૌથી વધુ 46.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વર્ષ 1905 બાદ રાજકોટમાં સૌથી ગરમ દિવસ હતો. 2 મે 1905 માં 47.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચોઃ Gandhinagar: ગુજરાતમાં દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ, 20થી વધુ રાજ્યના લોકોને લગાવ્યો ચૂનો