Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IMD : આજથી ગુજરાતથી શરુ થશે ચોમાસાની વિદાય..

આજે એટલે કે 23 સપ્ટેમ્બરથી ગુજરાતથી ચોમાસાની વિદાય શરુ થઇ શકે પશ્ચિમ રાજસ્થાન અને કચ્છમાંથી 23 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે અનુકૂળ સ્થિતિ આમ છતાં નવરાત્રી સુધી ગુજરાતમાં ઝાપટા પડી શકે ગુજરાતમાં 27 સપ્ટેમ્બર સુધી ભારે...
imd   આજથી ગુજરાતથી શરુ થશે ચોમાસાની વિદાય
  • આજે એટલે કે 23 સપ્ટેમ્બરથી ગુજરાતથી ચોમાસાની વિદાય શરુ થઇ શકે
  • પશ્ચિમ રાજસ્થાન અને કચ્છમાંથી 23 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે અનુકૂળ સ્થિતિ
  • આમ છતાં નવરાત્રી સુધી ગુજરાતમાં ઝાપટા પડી શકે
  • ગુજરાતમાં 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના
  • હવામાન વિભાગે આપ્યો સંકેત

IMD ON Southwest Monsoon : છેલ્લા 3 મહિનાથી દેશભરમાં મનમુકીને વરસનારા મેઘરાજા હવે આજથી સત્તાવાર રીતે વિદાય થઇ રહ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતથી ચોમાસા (Southwest Monsoon)ની વિદાય શરુ થઇ શકે છે. IMD એટલે કે હવામાન વિભાગે એવો પણ સંકેત આપ્યો છે કે પશ્ચિમ રાજસ્થાન અને કચ્છમાંથી 23 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે. ખાસ વાત એ છે કે ચોમાસાની વિદાય લગભગ 10 દિવસના વિલંબ સાથે થઈ રહી છે. જો કે આમ છતાં નવરાત્રી સુધી ગુજરાતમાં ઝાપટા પડી શકે છે.

Advertisement

અહીં ચોમાસું નબળું પડ્યું

અહેવાલો મુજબ, હવામાન કેન્દ્ર એ માહિતી આપી છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના ઘણા રાજ્યો જેમને અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, છત્તીસગઢ, રાયલસીમા, તમિલનાડુ, હવે દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળમાં નબળું પડી ગયું છે.

આ પણ વાંચો----Rain forecast: ગુજરાતમાં ફરી છૂટા છવાયા વરસાદની આગાહી, જાણો કેવી રહેશે નવરાત્રી

Advertisement

ગુજરાતમાં 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના

પશ્ચિમ રાજસ્થાનને છોડીને, ઉત્તર પશ્ચિમ ભારતમાં આ અઠવાડિયે છૂટાછવાયાથી હળવો વરસાદ પડી શકે છે. કોંકણ અને ગોવામાં 26 સપ્ટેમ્બર સુધીમાં, મધ્ય મહારાષ્ટ્રમાં 27 સપ્ટેમ્બર સુધીમાં અને મરાઠવાડામાં 25 સપ્ટેમ્બર સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે.

Advertisement

પૂર્વોત્તરમાં ગરમી અને ભેજ

IMDએ કહ્યું છે કે આગામી 3 દિવસ દરમિયાન ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, ઝારખંડમાં વરસાદની સંભાવના છે. ઉત્તરપૂર્વ ભારતમાં પણ આગામી 2 દિવસ દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. ખાસ વાત એ છે કે 23 સપ્ટેમ્બરે પૂર્વોત્તરમાં ગરમી અને ભેજનો સામનો કરવો પડી શકે છે.

મધ્યપ્રદેશમાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદની સંભાવના

હવામાન વિભાગે સોમવારે માહિતી આપી છે કે આ અઠવાડિયે વિદર્ભ અને છત્તીસગઢમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, મધ્યપ્રદેશમાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે. વિદર્ભ અને છત્તીસગઢમાં 26 સપ્ટેમ્બર સુધી અને મધ્યપ્રદેશમાં 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થઈ શકે છે. આ અઠવાડિયે કોસ્ટલ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 23 સપ્ટેમ્બર સુધીમાં, તટીય કર્ણાટક, રાયલસીમા, ઉત્તર આંતરિક કર્ણાટક, 23 અને 24 સપ્ટેમ્બર સુધીમાં કેરળ અને માહે, 25 સપ્ટેમ્બર સુધીમાં તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો----Monsoon: મેઘરાજાની વિદાયની તારીખ આવી ગઇ સામે....

Tags :
Advertisement

.