Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેચ ન રમાઈ પણ ખૂબ થઇ ધોલાઈ, જુઓ Narendra Modi Stadium માં શું થયું ?

IPL 2023 ની ફાઇનલ મેચ રવિવારે (28 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમવાની હતી, પરંતુ સતત વરસાદને કારણે મેચ બીજા દિવસે રિઝર્વ ડેમાં શિફ્ટ કરવામાં આવી હતી. હવે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (CSK vs...
મેચ ન રમાઈ પણ ખૂબ થઇ ધોલાઈ  જુઓ narendra modi stadium માં શું થયું

IPL 2023 ની ફાઇનલ મેચ રવિવારે (28 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમવાની હતી, પરંતુ સતત વરસાદને કારણે મેચ બીજા દિવસે રિઝર્વ ડેમાં શિફ્ટ કરવામાં આવી હતી. હવે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (CSK vs GT) વચ્ચેની આ ટાઈટલ ટક્કર આજે (29 મે) રમાશે. વળી, આ બધાની વચ્ચે, મેદાનમાં એક આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળ્યું. મેચ જોવા આવેલી એક મહિલા અચાનક સ્ટેડિયમમાં સીટ પર બેઠેલા પોલીસકર્મી સાથે મારપીટ કરવા લાગે છે અને તેને થપ્પડ મારી દે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

મહિલાએ પોલીસકર્મીને થપ્પડ મારી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક મહિલા દર્શક અને તેની બાજુમાં બેઠેલા એક પોલીસકર્મી વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ રહ્યો છે. આ દરમિયાન મહિલા પોલીસકર્મીને થપ્પડ મારે છે અને તે ખુરશીઓ વચ્ચે પડી જાય છે. મહિલા આટલેથી પણ અટકતી નથી, જ્યારે પોલીસકર્મી ફરીથી ઉભો થાય છે, ત્યારે તેણે ફરીથી તેને નીચે ધક્કો માર્યો હતો અને પોલીસકર્મી ફરી એકવાર પડી જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ દરેક વ્યક્તિ આ મહિલાને લઈને સવાલ પૂછી રહી છે. તેણે આવું કેમ કર્યું? જો કે, આ બંને વચ્ચે આ લડાઈ શા માટે થઈ તે અંગે કંઈ સ્પષ્ટ રીતે બહાર આવ્યું નથી.

Advertisement

IPL 2023ની ફાઇનલ મેચ આજે યોજાશે

Advertisement

જણાવી દઈએ કે આજે (29 મે) IPL 2023ની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. ચેન્નઈએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે બીજા ક્વોલિફાયરમાં હાર્દિકની સુકાની ગુજરાતે મુંબઈને હરાવીને ફાઈનલ કટની ટિકિટ મેળવી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કઈ ટીમ ફાઈનલ મેચ જીતીને IPL ની નવી ચેમ્પિયન બને છે.

વરસાદના કારણે મેચ રદ

ગઇકાલની મેચ શરુ થાય તે પહેલાં જ 6 વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરમાં ભારે વરસાદ શરુ થયો હતો જે રાત્રે લગભગ 11 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિસ્તારમાં થોડો સમય વરસાદે વિરામ લીધો હતો અને ત્યારે એવું લાગતું હતું કે મેચ ફરી શરુ થશે પણ ત્યારબાદ ફરીથી વરસાદ શરુ થતાં એમ્પાયર્સ દ્વારા આજે સોમવારે 29મી મે ના રોજ ફાઇનલ મેચ યોજવાનું નક્કી કરાયું હતું. ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેના આ દિલધડક મુકાબલા માટે ક્રિકેટ રસીકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા અને દર્શકો સ્ટેડિયમમાં પણ પહોંચી ગયા હતા. દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પણ સાંજે ભારે વરસાદ શરુ થતાં દર્શકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. મોટાભાગના દર્શકો સ્ટેડિયમ છોડીને ઘર તરફ જતાં જોવા મળ્યા હતા.

CSK vs GT ફાઇનલ મેચ આજે યોજાશે

જણાવી દઇએ કે, અમદાવાદમાં ભારે વરસાદને કારણે 28 મેના રોજ IPL 2023ની ફાઈનલ મેચ થઈ શકી ન હોતી. રાત્રે 9 વાગ્યાની આસપાસ વરસાદ પણ બંધ થઈ ગયો હતો, પરંતુ 15 મિનિટ પછી ફરીથી જોરદાર વરસાદ શરૂ થયો હતો. આવી સ્થિતિમાં, ફાઇનલ મેચ 29 મે, 2023 ને સોમવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે અને જો આજે પણ વરસાદની સંભાવના છે, તો પોઈન્ટ ટેબલ પર પ્રથમ નંબરે રહેલી ગુજરાત ટાઇટન્સ લીગના વિજેતા તરીકે ગણવામાં આવશે.

આ પણ વાંચો - IPL 2023: CSK અને GT વચ્ચે હવે આવતીકાલે રમાશે ફાઇનલ મેચ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.