Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

"સંતમય" ભવનાથમાં શાહી સ્નાન સાથે સંપન્ન થયો મહાશિવરાત્રીનો મેળો

જુનાગઢમાં ગઈકાલે મહાશિવરાત્રિ પૂર્ણ થતાં જ જૂનાગઢના ભવનાથમાં ચાલી રહેલો મેળો પૂર્ણ થયો હતો. મહાશિવરાત્રિ મેળાના અંતિમ દિવસે ભગવાન શિવના દર્શન કરવા અર્થે લાખો હરિભક્તો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં આવેલ આ મેળામાં દર્શનાર્થીઓએ ભગવાન ભવનાથ અને સાધુ સંતોના દર્શન કરી...
 સંતમય  ભવનાથમાં શાહી સ્નાન સાથે સંપન્ન થયો મહાશિવરાત્રીનો મેળો

જુનાગઢમાં ગઈકાલે મહાશિવરાત્રિ પૂર્ણ થતાં જ જૂનાગઢના ભવનાથમાં ચાલી રહેલો મેળો પૂર્ણ થયો હતો. મહાશિવરાત્રિ મેળાના અંતિમ દિવસે ભગવાન શિવના દર્શન કરવા અર્થે લાખો હરિભક્તો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં આવેલ આ મેળામાં દર્શનાર્થીઓએ ભગવાન ભવનાથ અને સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વધુ દર વર્ષની જેમ આ વર્ષે પણ મોડી રાત્રે સાધુઓની રવેડી કાઢવામાં આવી હતી. આ રવેડીમાં નાગા સાધુ સાથે તળેટીના સંતો પણ ભાગ લે છે.

Advertisement

રવેડી યાત્રામાં યાત્રામાં નાગા સાધુઓએ અવનવા કરતબો કર્યા 

સાધુ સંતોના જમાવડા વાળી આ રવેડી યાત્રા આ મહાશિવરાત્રિના મેળામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. આ વર્ષની રવેડી યાત્રાના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા, જેને પગલે ભવનાથ રૂટ પર બેરીકેડ બાંધી દેવામાં આવ્યાં હતાં. રાત્રીના ભવનાથ તળેટીમાં સાધુ સંતોની પરંપરાગત રવેડી જોવા માટે ભાવિકોએ કલાકો સુધી રાહ જોઈ હતી. આ યાત્રામાં નાગા સાધુઓએ અવનવા કરતબો કર્યા હતા.જેને જોઈ લોકો મંત્રમુગ્ધ થયા હતા. આ મેળામાં આવેલા ભાવિકોએ સાધુઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Advertisement

મૃગીકુંડમાં શાહી સ્નાન કરવાની પરંપરા

આદીકાળથી યોજાતા મહાશિવરાત્રિના આ મેળામાં રવેડી યાત્રાના બાદમાં મૃગીકુંડમાં શાહી સ્નાન કરવાની પરંપરા છે. મૃગીકુંડનું ધાર્મીક મહત્વ અને તેની સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ગિરનાર તળેટીમાં ભવનાથ મંદિર અને તેની બાજુમાં મૃગીકુંડ આવેલ છે. માનવામાં આવે છે કે, અમરાત્મા અશ્વત્થામા  શિવરાત્રીની મધ્યરાત્રીએ મૃગીકુંડમાં સ્નાન કરે તેવી કથા પણ છે.

Advertisement

અમરાત્મા અશ્વત્થામા  શિવરાત્રીની મધ્યરાત્રીએ મૃગીકુંડમાં સ્નાન કરે તેવી કથા

જુનાગઢમાં રવેડી જુના અખાડા ખાતેથી શરૂ થઈ મંગલનાથજી આશ્રમ પાસે થઈ દતચોક અને ત્યાંથી ઇન્દ્રભારતીબાપુના ગેટ પાસે થઈને  પાછળના રોડ થઈ પરત ભારતી આશ્રમ પાસે થઈને મોડી રાત્રે ભવનાથ મંદિરે પહોંચી હતી અને ત્યાં પ્રથમ અખાડાના આરાધ્યદેવોને મૃગીકુંડમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદમાં સાધુ-સંતોએ મૃગીમુંડમાં સ્નાન કર્યું હતું અને ભવનાથ મહાદેવની મહાઆરતી યોજાઈ હતી. આ સાથે ચાર દિવસીય મહાશિવરાત્રી મેળો સંપન્ન થયો હતો.

આ પણ વાંચો : Anand : BJP સ્નેહમિલન કાર્યક્રમમાં C.R. Patil ના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- પહેલા લોકોને પાણી માટે પણ…

Tags :
Advertisement

.