સુંદર એર હોસ્ટેસનાં નસીબે મારી એવી પલટી કે 30,000 ફૂટની ઊંચાઈએ જ નોકરી છોડી
Trending News: કોઈપણ ફ્લાઇટમાં એર હોસ્ટેસની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આવી સ્થિતિમાં, હવે કલ્પના કરો કે જો તમે ફ્લાઇટમાં ક્યાંક મુસાફરી કરી રહ્યા હોવ અને એર હોસ્ટેસ ફ્લાઇટ દરમિયાન રાજીનામાની વાત કરવાનું શરૂ કરે તો શું થશે? આવો જ એક કિસ્સો આજકાલ ચર્ચામાં છે. જેના વિશે જાણ્યા પછી તમે આશ્ચર્યચકિત થઈ જશો. ખરેખર થયું એવું કે એક એર હોસ્ટેસનું નસીબ ફ્લાઇટ દરમિયાન ચમક્યું અને તે હવામાં જ કરોડોની માલિક બની ગઈ, ત્યારબાદ તેણે હવામાં જ પોતાનું રાજીનામું સુપરત કરી દીધું.
જીવનમાં ક્યારેય અપેક્ષા નહોતી રાખી.
એવું કહેવાય છે કે કિસ્મતની ચાલ કળી ન શકાય તે ક્યારે તમારું જીવન બદલી નાખશે તે કહેવું ખૂબ મુશ્કેલ છે. જ્યારે કિસ્મત મહેરબાન હોય છે, તો છપ્પર ફાડીને ઈનામ આપે છે. હવે આ મહિલાની વાર્તા જુઓ જેણે પોતાના નસીબના બળે 21 કરોડ રૂપિયા જીત્યા. જેની તેણે જીવનમાં ક્યારેય અપેક્ષા નહોતી રાખી. જ્યારે આ વાર્તા લોકો સામે આવી ત્યારે તેણીએ કહ્યું કે મેં ક્યારેય સપનામાં પણ અપેક્ષા નહોતી રાખી કે હું આટલી જલ્દી કરોડપતિ બની જઈશ.
આ પણ વાંચો -Viral Video: મહિલા રીલ્સ બનાવા નદીમાં ઉતરી, ધસમસતા પ્રવાહમાં અચાનક લપસ્યો પગ અને..
કઈ રીતે લાગી આટલી મોટી લોટરી?
મળતી માહિતી અનુસાર,એર હોસ્ટેસે કેસિનો ગેમમાં 500 રૂપિયાનું રોકાણ કરીને 21 કરોડ રૂપિયા જીત્યા હતા. કેસિનો એક્સપોઝ્ડના અહેવાલ મુજબ, કેસિનો ડેઝ પ્લેટફોર્મ મર્યાદિત સમય માટે ઓફર ચલાવી રહ્યું હતું જેમાં આ મહિલાએ 1 લાખ રૂપિયાની રકમ જમા કરાવી હતી અને ₹1 લાખ સુધીની થાપણો પર 150% બોનસ મેળવી રહી હતી. એર હોસ્ટેસ કહે છે કે આ ગેમ રમવા માટે, મેં પહેલા એક લાખનું રોકાણ કર્યું, પછી દસ અને પછી 20 ઉમેર્યા અને થોડી જ વારમાં, આખરે મારા ખાતામાં ₹21,83,02,672 થઈ ગયા.
આ પણ વાંચો -શા માટે એક French YouTuber એ ભારતીય રેલમાં વીતાવ્યા 46 કલાક ? કેવા થયા અનુભવો ?
મહિલાએ પોતાની વાત કહી તો કેબિનમાં હાજર લોકો ખુશ થઈ ગયા
આ રકમ જીત્યા પછી, મેં કેસિનો ડેઝની સપોર્ટ ટીમનો સંપર્ક કર્યો અને તેમણે મને કહ્યું કે હા, આ સમાચાર સાચા છે અને તમે હવે કરોડપતિ બની ગયા છો. આ પછી મહિલાએ ફ્લાઇટનો ઇન્ટરકોમ ઉપાડ્યો અને એક અણધારી જાહેરાત કરી, જેમાં તેણે કહ્યું, મહિલાઓ અને સજ્જનો, આ તમારી એર હોસ્ટેસ બોલી રહી છે અને આ મારી છેલ્લી ફ્લાઇટ છે. આ સાંભળીને લોકો ડરી ગયા પણ જ્યારે મહિલાએ પોતાની વાત કહી તો કેબિનમાં હાજર લોકો ખુશ થઈ ગયા.