Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya Ram Temple : રામ લલાની મૂર્તિની પસંદગી આ તારીખે થશે, વાંચો અહેવાલ

કર્ણાટકના પૂર્વ સીએમ બી. એસ. યેદિયુરપ્પાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને મૂર્તિકાર અરુણ યોગીરાજ (ARUN YOGIRAJ) દ્વારા તૈયાર કરાયેલી મૂર્તિને અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Temple)માં ગર્ભગૃહમાં પ્રાણપ્રતિષ્ઠા માટે પસંદગી કરાઇ હોવાનું જણાવ્યું હતું પણ રામ જન્મ ભૂમિ ટ્રસ્ટે કહ્યું છે...
ayodhya ram temple   રામ લલાની મૂર્તિની પસંદગી આ તારીખે થશે  વાંચો અહેવાલ

કર્ણાટકના પૂર્વ સીએમ બી. એસ. યેદિયુરપ્પાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને મૂર્તિકાર અરુણ યોગીરાજ (ARUN YOGIRAJ) દ્વારા તૈયાર કરાયેલી મૂર્તિને અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Temple)માં ગર્ભગૃહમાં પ્રાણપ્રતિષ્ઠા માટે પસંદગી કરાઇ હોવાનું જણાવ્યું હતું પણ રામ જન્મ ભૂમિ ટ્રસ્ટે કહ્યું છે કે અત્યાર સુધી કોઇ જ મૂર્તિ પસંદ કરાઇ નથી. જો કે આમ છતાં સૌથી વધુ ચર્ચા અરુણ યોગીરાજે બનાવેલી મૂર્તિની થઇ રહી છે કારણ કે અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Temple)માં રામ લલાની જે 3 મૂર્તિ બની છે તેમાં યોગીરાજની મૂર્તિને શ્રી રામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના 11 સભ્યોમાંથી સૌથી વધુ સભ્યોએ આ મૂર્તિને રેટિંગ આપ્યું છે. ચાલો જાણીએ કે યોગીરાજ (ARUN YOGIRAJ) દ્વારા બનાવવામાં આવેલી અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Temple)ની રામલલાની પ્રતિમા અન્ય શિલ્પકારો દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિઓથી અલગ કેમ છે.

Advertisement

ત્રણ શિલ્પકારોએ મૂર્તિ બનાવી

મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ પ્રખ્યાત શિલ્પકારો, પોતપોતાની કળામાં નિષ્ણાતોની પસંદગી કરવામાં આવી હતી. શિલ્પકાર અરુણ યોગીરાજ અને ગણેશ ભટ્ટે કર્ણાટકથી લાવેલી શ્યામ શિલામાંથી રામલલાની બે મૂર્તિઓ બનાવી છે, જે શ્યામ રંગની છે. ભગવાન રામના રંગને શ્યામ તરીકે પણ વર્ણવવામાં આવે છે. જ્યારે ત્રીજી પ્રતિમા રાજસ્થાનથી લાવેલા મકરાણા માર્બલમાંથી બનાવવામાં આવી છે, જે સત્યનારાયણ પાંડે અને તેમના પરિવાર દ્વારા બનાવવામાં આવી હતી. તેનો રંગ સફેદ છે.

PC GOOGLE

Advertisement

યોગીરાજને સૌથી વધુ રેટિંગ મળ્યું

ત્રણેય શિલ્પકારો દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાઓમાં યોગીરાજને સૌથી વધુ રેટિંગ મળ્યું છે. રામલલાની આ મૂર્તિ શ્યામ રંગની છે. પ્રતિમા અંગે નિર્ણય મકરસંક્રાંતિ એટલે કે 14-15 જાન્યુઆરીએ લેવામાં આવી શકે છે. રામલલાની મૂર્તિ ઉભેલા બાળકના રૂપમાં 51 ઈંચ ઊંચી છે. ગયા વર્ષે મે મહિનામાં દેશભરમાંથી 8 પ્રખ્યાત શિલ્પકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી ત્રણ શિલ્પકારોની પસંદગી કરવામાં આવી હતી. સાથે જ એવી શરત પણ મૂકવામાં આવી હતી કે ત્રણેયને અયોધ્યામાં કામ કરવું પડશે અને ત્રણમાંથી માત્ર એકને જ પસંદ કરવામાં આવશે.

મોદીએ યોગીરાજના વખાણ કર્યા છે

શિલ્પકાર અરુણ યોગીરાજ એવા પરિવારમાંથી આવે છે જેનું કુટુંબ પાંચ પેઢીઓથી શિલ્પ બનાવે છે. તેમનો પરિવાર એક સમયે મૈસુરના શાહી પરિવાર માટે કામ કરતો હતો. યોગીરાજે સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટની પ્રતિમા અને આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ યોગીરાજના વખાણ કર્યા છે.

Advertisement

યોગીરાજની પત્નીએ કહ્યું કે અમને સત્તાવાર માહિતી મળી નથી

અરુણ યોગીરાજની પત્ની વિજેતાએ અખબારોને જણાવ્યું કે તેમના પતિ છેલ્લા 6 મહિનાથી અયોધ્યામાં છે અને સખત મહેનત કરી રહ્યા છે. તેણે કહ્યું કે મને કે મારા પતિને મૂર્તિની પસંદગી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. અમને સોશિયલ મીડિયા પરથી તેની જાણ થઈ. દંપતીને બે બાળકો છે.

આ પણ વાંચો----RELIGIOUS TOURISM : રામનગરી પણ બનશે અર્થતંત્રનું મુખ્ય કેન્દ્ર, એક વર્ષમાં પ્રવાસીઓમાં 85 ગણો વધારો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.