Gujarat Weather : ગુજરાતના આ શહેરમાં ગરમીએ તોડ્યો 120 વર્ષનો રેકોર્ડ, આજે રેડ એલર્ટ જાહેર
- તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
- ગઈકાલે તાપમાન 46.2 ડીગ્રી નોંધાયું હતું
- 2 મે 1905માં નોંધાયું હતું 47.9 ડીગ્રી તાપમાન
Gujarat : રાજકોટ (Rajkot) માં ગરમીએ 120 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જેમાં તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ગઈકાલે તાપમાન 46.2 ડીગ્રી નોંધાયું હતું. તેમજ 2 મે 1905માં 47.9 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ તેમજ હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છનાં કેટલાક ભાગોમાં સવારનાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે.
સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં તાપમાનમાં પણ વધારો થવા પામ્યો
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં તાપમાનમાં પણ વધારો થવા પામ્યો છે. તેમજ 1 લી મેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ ગરમીનો પારો ઉંચકાવાની શક્યાતઓ છે. રાજકોટ (Rajkot) માં ગઇકાલે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે તથા આજે તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રાજકોટમાં 40 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ગરમી નોંધાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાવા પામ્યું હતું. રાજકોટમાં ગરમીઓ 120 વર્ષનો ગરમીનો રેકોર્ડ તોડ્યો હતો. રાજકોટમાં ઈતિહાસનો બીજો સૌથી ગરમ દિવસ આજે રહી શકે છે.
આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આજે 43 ડિગ્રી તાપમાનની શક્યતા છે. પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચકાયો હતો. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ પવન રહેશે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડકામાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે હવામાન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચન કર્યું છે.
આગામી તા. 2 મે સુધી પારો 45થી 46 ડિગ્રી સુધી રહેવાની શક્યતાઓ
આગામી તા. 2 મે સુધી પારો 45થી 46 ડિગ્રી સુધી રહેવાની શક્યતાઓ છે. જિલ્લામાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ગરમીને કારણે ગામડાઓમાં લૂ લાગવાના બનાવો પણ થયા હતા. શહેર સહિત જિલ્લાના શહેરોમાં મોડી સાંજે ગરમી ઓછી થઇ જતા મહિલાઓ સહિત લોકો ગરમીથી બચવા જાહેર માર્ગો ઉપર લટાર મારતા જોવા મળ્યા હતા. શેરડીનો રસ, ઠંડા પીણા અને આઈસ્ક્રીમ પાર્લરોએ ભીડ જામી હતી.