Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Hanumangarhi : અયોધ્યામાં પહોંચ્યા ગુજરાતી ભક્તો, શરુ કર્યો વિશાળ ભંડારો

Hanumangarhi : આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ( ayodhya)માં યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યા ( ayodhya)માં દેશભરમાંથી રામભક્તો પહોંચ્યા છે અને વિવિધ રીતે અન્ય રામભક્તોને મદદ કરી રહ્યા છે. અમદાવાદના સાણંદ અને બાવળા પંથકના પણ 300 લોકો અયોધ્યા...
01:20 PM Jan 17, 2024 IST | Vipul Pandya
AYODHYA

Hanumangarhi : આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ( ayodhya)માં યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યા ( ayodhya)માં દેશભરમાંથી રામભક્તો પહોંચ્યા છે અને વિવિધ રીતે અન્ય રામભક્તોને મદદ કરી રહ્યા છે. અમદાવાદના સાણંદ અને બાવળા પંથકના પણ 300 લોકો અયોધ્યા પહોંચ્યા છે. આ રામભક્તોએ અયોધ્યામાં હનુમાનગઢી (Hanumangarhi)માં ભવ્ય ભંડારો શરુ કર્યો છે જેમાં અયોધ્યામાં આવનારા પ્રત્યેક યાત્રીઓને નિશુલ્ક ભોજન આપવામાં આવી રહ્યું છે.

સાણંદ અને બાવળા પંથકના 300 લોકો અયોધ્યા ધામ ખાતે પહોંચ્યા

અમદાવાદના સાણંદ અને બાવળા પંથકના 300 લોકો અયોધ્યા ધામ ખાતે પહોંચ્યા છે. આ રામ ભક્તોએ હનુમાનગઢીમાં આજથી વિશાળ ભંડારાની શરૂઆત કરી છે. આ રામભક્તો આગામી 27 જાન્યુઆરી સુધી ભંડારો યોજશે અને યાત્રીઓને નિશુલ્ક ભોજન કરાવશે.

ચા,લાડુ, ભજીયા અને પુરી સહિતના પ્રસાદનું વિતરણ

વિશાળ ભંડારામાં યાત્રીકોને ચા,લાડુ, ભજીયા અને પુરી સહિતના પ્રસાદનું વિતરણ કરાઇ રહ્યું છે. અયોધ્યામાં દેશના અલગ અલગ વિસ્તારમાંથી લોકો પહોંચ્યા છે જેમાં અમદાવાદમાંથી ગયેલા રામ ભક્તોમાં મોટી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાતી મહિલાઓપણ અયોધ્યામાં ભારે ભક્તિભાવથી અને જય શ્રી રામના નારા સાથે ભંડારામાં સેવા આપી રહી છે.

27 તારીખ સુધી ભંડારો ચાલુ રાખીશું

ગુજરાતથી પહોંચેલા આ રામભક્તો પૈકી હરિભાઇ ભરવાડે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે અમે અહીં આવીને સેવા કરવાથી ખુબ ખુશ છીએ. અયોધ્યાનું વાતાવરણ ભક્તિમય છે. અયોધ્યામાં ભગવાન રામની પધરામણી થવાની છે તેથી અમારા જેવા રામભક્તોમાં અનેરો ઉત્સાહ છે. અમે અહીં ભંડારો યોજીને યાત્રીઓને ચા નાસ્તો કરાવી રહ્યા છીએ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ પૂર્ણ થાય ત્યાં સુધી એટલે ક 27 તારીખ સુધી ભંડારો ચાલુ રાખીશું.

આ પણ વાંચો---અયોધ્યામાં ભગવાન શ્રી રામના બિરાજમાન પછી 20 હજાર લોકોને મળશે રોજગારી..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
AhmedabadAyodhyaExclusiveGujarat FirstGujarati Ram devoteesHanumangarhiRam bhaktram mandirRam temple
Next Article