ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : બાળક બાયોલોજિકલ માતા સાથે છે, ગેરકાયદે કસ્ટડી ન કહી શકાય : HC

પાકિસ્તાની પિતાને ગુજરાત હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે પાકિસ્તાની પિતાની હેબિયર્સ અરજીને ફગાવી દીધી છે.
02:55 PM Nov 07, 2024 IST | Vipul Sen
  1. પાકિસ્તાની પિતાને રાહત આપવાનો HC નો ઈનકાર
  2. પાકિસ્તાની પિતાની હેબિયર્સ અરજી HC એ ફગાવી
  3. બાળક પોતાની બાયોલોજિકલ માતા સાથે છે : HC

Ahmedabad : પાકિસ્તાની પિતાને ગુજરાત હાઈકોર્ટથી (HC) મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે પાકિસ્તાની પિતાની હેબિયર્સ અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે (Gujarat High Court) નોંધ્યું કે બાળક પોતાની બાયોલોજિકલ માતા સાથે છે. માતા સાથે બાળકને ગેરકાયદે કસ્ટડી ન કહી શકાય. પાકિસ્તાનનાં યુવકે ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 4 વર્ષ બાદ યુવતી બાળક સાથે ભારત આવી હતી અને પોતાના પાકિસ્તાની પતિ સાથે વાતચીત બંધ કરી હતી.

આ પણ વાંચો - Gandhinagar : એક્શન મોડમાં રાજ્ય સરકાર! વધુ એક અધિકારીને આપી ફરજિયાત નિવૃત્તિ

પાકિસ્તાની પિતાએ ગુજરાત HC માં કરી હતી હેબિયર્સ કોર્પસ

પાકિસ્તાની પિતાએ (Pakistani Father) પોતાના પુત્ર માટે કરેલ હેબિયર્સ કોર્પસને (Habeas Corpus) ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં એવો દાવો કરાયો હતો કે, બાળક માતાની ગેરકાયદેસરની કસ્ટડીમાં છે. જો કે, કોર્ટમાં (HC) ગેરકાયદેસર કસ્ટડીની વાત પુરવાર ન થતા HC ચુકાદો આપતા પાકિસ્તાની પિતાની અરજી ફગાવી હતી. કોર્ટે નોંધ્યું કે, બાળક પોતાની બાયોલોજિકલ માતા સાથે છે. માતા સાથે બાળકને ગેરકાયદે કસ્ટડી ન કહી શકાય.

આ પણ વાંચો - Banaskantha : Gujarat First સાથેની ખાસ વાતચીતમાં પરબત પટેલે કહ્યું- માવજીભાઈ ન હોત તો અમે..!

લગ્નનાં ચાર વર્ષ બાદ યુવતી બાળક સાથે ભારત પરત આવી

કેસની વાત કરીએ તો, પાકિસ્તાની (Pakistan) યુવક આમીર અલી અશગરે વર્ષ 2019 માં ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નજીવનથી એક બાળકનો જન્મ થયો હતો. જો કે, લગ્નનાં ચાર વર્ષ બાદ યુવતી તેના બાળક સાથે ભારત પરત આવી હતી. ભારત આવ્યા બાદ યુવતીએ પતિ સાથે વાતચીત બંધ કરી હતી. વાત બંધ થતા પાકિસ્તાની યુવકે કોર્ટમાં હેબિયર્સ કોર્પસ કરી હતી અને બાળક માતાની ગેરકાયદેસરની કસ્ટડીમાં હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો - Jamnagar : જામ સાહેબની તબિયત નાદુરસ્ત, શુભચિંતકોને પાઠવ્યો આ ખાસ સંદેશ

Tags :
Biological MotherBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarat High CourtGujarati breaking newsGujarati NewsHabeas CorpusHabeas PetitionIllegal CustodyLatest News In GujaratiNews In GujaratiPakistan married an Indian girlPakistani Father
Next Article