ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat High Court : "એક સ્ટોરીની જેમ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.."

VADODARA Harani Lake Zone : વડોદરાના અરેરાટીભર્યા હરણી લેક ઝોન (VADODARA Harani Lake Zone) બોટ દૂર્ઘટનાના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે. હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં એડવોકેટ જનરલ દ્વારા રાજ્ય સરકાર વતી હાઇકોર્ટમાં જવાબ રજૂ...
02:56 PM Jul 03, 2024 IST | Vipul Pandya
Vadodara's Harani Laczone accident case

VADODARA Harani Lake Zone : વડોદરાના અરેરાટીભર્યા હરણી લેક ઝોન (VADODARA Harani Lake Zone) બોટ દૂર્ઘટનાના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે. હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં એડવોકેટ જનરલ દ્વારા રાજ્ય સરકાર વતી હાઇકોર્ટમાં જવાબ રજૂ કરાયો હતો. જો કે સુનાવણીમાં હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે એક સ્ટોરીની જેમ સમગ્ર રિપોર્ટ તૈયાર કરાયો છે અને આ રિપોર્ટ પાછો નહીં ખેંચો તો અમે સખત ઓબ્ઝર્વેશન સાથે ઓર્ડર પાસ કરીશું. હાઇકોર્ટના આકરા વલણ બાદ એડવોકેટ જનરલે તપાસ અહેવાલ પાછો ખેંચ્યો હતો.

હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુનાવણી

હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં એડવોકેટ જનરલ દ્વારા રાજ્ય સરકાર વતી હાઇકોર્ટમાં જવાબ રજૂ કરાયો હતો. અહેવાલ મુજબ 1 ફેબ્રુઆરી 2017 માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. પ્રથમ વખતનું પ્રપોસલ રદ કરવામાં આવ્યું અને બીજી વખતમાં આપવામાં આવ્યું હતું. 10 ડિસેમ્બર 2015 માં બીજી EOI મંગાવવામાં આવી, થોડા દિવસમાં 2 પ્રપોસલ આવ્યા હતા.

એક સ્ટોરીની જેમ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે

જો કે પ્રિન્સિપાલ સેક્રેટરી દ્વારા રજૂ કરાયેલા તપાસ અહેવાલ સામે હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે તપાસ કમિટી એ રજૂ કરેલા રિપોર્ટમાં ચોક્કસાઈ નથી. હાઇકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે એક સ્ટોરીની જેમ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

જો આ હકીકત છે તો આખે આખી સિસ્ટમ ફોલ્ટી

પ્રિન્સિપાલ સેક્રેટરી એવું કહેવા માંગે છે કે આમાં કંઈ જ ખોટું નથી? તેવો સવાલ હાઇકોર્ટે કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું કે જો આ હકીકત છે તો આખે આખી સિસ્ટમ ફોલ્ટી છે. કોર્ટને રિપોર્ટ આપવામાં આવે છે તો વ્યવસ્થિત રિપોર્ટ તૈયાર કરવો જોઈએ તેમ જણાવતાં હાઇકોર્ટે કહ્યું કે જુનિયર અધિકારીઓને ફસાવવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે

રિપોર્ટ પાછો ખેંચો નહીં તો અમે સખત ઓબ્ઝર્વેશન સાથે ઓર્ડર પાસ કરીશું

હાઇકોર્ટે સણસણતો સવાલ કર્યો હતો કે મ્યુ. કમિશનર ખુદ સહી કરે છે અને ટેન્ડર માન્ય રાખે છે તો કઈ રીતે તેનો વાંક નથી. આ રિપોર્ટ પાછો ખેંચો નહીં તો અમે સખત ઓબ્ઝર્વેશન સાથે ઓર્ડર પાસ કરીશું તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું.

હાઇકોર્ટની ફટકાર બાદ તપાસ અહેવાલ પાછો ખેંચ્યો

એડવોકેટ જનરલે હાઇકોર્ટની ફટકાર બાદ તપાસ અહેવાલ પાછો ખેંચ્યો હતો. જવાબદાર અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં .અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી પણ જન હિતમાં જે જરૂરી છે તે પ્રકારના હુકમો કરવા જરૂરી છે તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું.

ખાતાકીય અને શિસ્ત ભંગના પગલાં લઈ, કોર્ટને પરિણામ જણાવવા કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા

સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટેની માફી પણ માંગી હતી અને કહ્યું કે આવી દુર્ઘટનાઓમાં સરકાર કોઈપણને છોડવા માગતી નથી. આખી ઘટનાની નવેસરથી, તમામ રેકોર્ડની જોયા બાદ તપાસ કરી, ખાતાકીય અને શિસ્ત ભંગના પગલાં લઈ, કોર્ટને પરિણામ જણાવવા કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા હતા.

આ પણ વાંચો------Vadodara : હરણી લેકઝોન દુર્ઘટનામાં મળ્યા મહત્વના સમાચાર….

Tags :
GujaratGujarat FirstGujarat GovernmentGujarat High CourtHarani Boat AccidentHarani Laczone accident caseInvestigation ReportPrincipal SecretaryVadodaraVADODARA Harani Lake ZoneVadodara Municipal Corporation
Next Article