Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara mahanagarpalika : મહાનગરપાલિકાની ઘોર બેદરકારીએ લીધો માસૂમોનો જીવ

Vadodara mahanagarpalika : વડોદરામાંથી (Vadodara) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. વડોદરાના હરણી તળાવમાં (Harani Lake) વિદ્યાર્થીઓથી ભરેલી એક બોટ અચાનક ડૂબી હતી. આથી બોટમાં સવાર તમામ વિદ્યાર્થીઓ તળાવમાં ગરકાવ થયા છે. આ દુર્ઘટના અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ...
vadodara mahanagarpalika   મહાનગરપાલિકાની ઘોર બેદરકારીએ લીધો માસૂમોનો જીવ

Vadodara mahanagarpalika : વડોદરામાંથી (Vadodara) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. વડોદરાના હરણી તળાવમાં (Harani Lake) વિદ્યાર્થીઓથી ભરેલી એક બોટ અચાનક ડૂબી હતી. આથી બોટમાં સવાર તમામ વિદ્યાર્થીઓ તળાવમાં ગરકાવ થયા છે. આ દુર્ઘટના અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે. માહિતી મુજબ 14 વિદ્યાર્થીનામોત થયા છે. તપાસમાં ઘટસ્ફોટ થયો કે આ તળાવમાં બોટીંગના કોન્ટ્રાક્ટમાં પણ હેરાફેકી થઇ હતી. મુખ્ય કોન્ટ્રાકટરે અન્ય 2 વ્યક્તિને પેટા કોન્ટ્રાક્ટ આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Advertisement

લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યાનો ખુલાસો

આપને જણાવીએ કે, બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો સવાર હતાં. આ લખાય છે ત્યારે રાત્રે નવ વાગે પણ લાપતા બાળકોની શોધખોળ ચાલી રહી છે. આ તમામ ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતાં. આ સમગ્ર ઘટનાને પગલે કલેક્ટર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યાનો પણ ખુલાસો થયો છે. જો કે, ફાયર વિભાગની ટીમ વિદ્યાર્થીઓની શોધખોળ કરી રહી છે.

કોન્ટ્રાક્ટમાં પણ હેરાફેરી

સુત્રોએ કહ્યું કે આ તળાવમાં કોટીયા પ્રોજેક્ટસ નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. વડોદરામાં ચર્ચાતી વિગતો મુજબ પરેશ શાહ નામના આ વ્યક્તિને તળાવમાં બોટીંગનો કોન્ટ્રાક્ટ અપાયા બાદ પરેશ શાહે નિલેશ જૈન નામના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. હવે આ નિલેશ શાહે કોઇ અન્ય વ્યક્તિને જ કોન્ટ્રાકટ આપી દીધો હતો. આમ કોન્ટ્રાક્ટમાં પણ હેરાફેરી થઇ હતી. સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ અહીં બોટ ચલાવતો હોવાનો આક્રોષ તળાવ પાસે એકત્ર થયેલા લોકોએ કર્યો હતો.

Advertisement

મહાનગરપાલિકાની ઘોર બેદરકારી

શું પરેશ શાહે આ પ્રમાણે પેટા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તો તેની જાણ મહાનગરપાલિકાના અધિકારી અને પદાધીકારીઓને ન હતી. આ સવાલ ગુજરાતમાં ચર્ચાઇ રહ્યો છે. બોટીંગમાં લાઇફ જેકેટ અપાયા ન હતા. કેપેસિટી કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડાયા હતા અને આ ગોઝારી ઘટના સર્જાઇ ત્યારે હવે સવાલ એ પુછાઇ રહ્યો છે કે આ હત્યાકાંડની જવાબદારી કોની. આખરે તંત્રએ તો ખુલાસો કરવો જ પડશે કારણ કે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો છે. મહાનગરપાલિકાના તંત્રની જાણ વગર આ પ્રકારનું કૃત્ય ચાલતું હોય તે વાત ગળે ઉતરતી નથી.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો----VADODARA : હરણી હત્યાકાંડ! બોટમાં સવાર માસૂમ વિદ્યાર્થીએ વર્ણવી આપવીતી, જાણો શું કહ્યું?

Tags :
Advertisement

.