Statue Of Unity ખાતે આજથી સરકારની ત્રિ-દિવસીય ચિંતન શિબિર, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા
આજથી ત્રણ દિવસ નર્મદા જિલ્લામાં આવેલાં કેવડિયા ખાતે આજથી ગુજરાત સરકારની ચિંતન શિબિર શરૂ થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચિંતન શિબિર યોજાઈ રહી છે. ચિંતન શિબિરમાં મુખ્ય 5 વિષય પર ચર્ચા-મંથન થશે કરવામાં આવશે. સમગ્ર મંત્રી મંડળ સહિત IAS અધિકારીઓ આ ચિંતન શિબિરમાં હાજર રહેશે.
એટલું જ નહીં જિલ્લા કલેક્ટરો, DDO સહિત 230 ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ પણ આ શિબિરમાં હાજરી આપશે. એવું પણ કહી શકાય કે આજથી ત્રણ દિવસ કેવડિયા કોલોનીથી ચાલશે ગુજરાતનું સંચાલન. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ 10 મી ચિંતન શિબિર છે. 19 થી 21 મે દરમિયાન આ ચિંતન શિબિર યોજાશે.
શિબિરનો સંપૂર્ણ કાર્યક્રમ
નાણાં મંત્રી અને મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન સંબોધન
સાંજે 5 વાગે ડો. હસમુખ અઢિયા સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વક્તવ્ય
સાંજે 6 :30 વાગે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સથી આવેલા પરિવર્તન અને પડકાર પર થશે ચર્ચા
રાત્રે 8 કલાકે રાત્રી ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે
20 મેં એ સવારે 6 વાગે યોગ થી સ્ત્ર ની શરૂઆત થશે
10 વાગે વિકાસ ના મુદ્દા પર ડો. અમરજીત સિન્હા કરશે સંબોધન
સવારે 11 થી 5 વાગ્યા સુધી મુખ્ય 5 મુદ્દાઓ પર થશે ચર્ચા
આરોગ્ય પોષણ
શહેરીકરણ અને માળખાગત વિકાસ,
સરકારી કર્મચારીઓ માટે તાલિમ અને ક્ષમતા નિર્માણૉ
ગ્રામ્ય વિસ્તારો માં અને ક્ષમતા નિર્માણ
શિક્ષણ માં ગુણાત્મક સુધારો પર થશે ચર્ચા
સાંજે 6 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત અને ગ્રૂપ ફોટો થશે
સાંજે 7:30 વાગે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે
રાત્રે 8:15 કલાકે નર્મદા આરતીમાં ભાગ લેશે સરકાર અને સચિવો
21 મેં એ સવારે 6 વાગે યોગથી થશે સત્ર ની શરૂઆત
10 થી 12:30 સુધી 5 મુદ્દાઓની ચર્ચા બાદની ભલામણ પર થશે પ્રેઝટેશન
બપોરે 12:30 થી 1 કેન્દ્ર અને રાજ્ય સરકારના જિલ્લા સુશાસન સુચકાંકનું લોકપર્ણ
બપોરે 1 વાગે મુખ્યમંત્રી કરશે સમાપન સંબોધન
2 વાગે શિબિર સમાપન
ઉલ્લેખનીય છેકે, 3 દિવસીય ચિંતન શિબિરમાં મુખ્ય પાંચ વિષયો પર ચર્ચા અને મંથન કરવામાં આવશે, જેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી તથા સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો અને ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ અંગે ચર્ચા કરાશે. ચર્ચા સત્ર માટે કુલ પાંચ ગૃપ પાડવામાં આવશે