આસારામ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ, ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડેલા છ આરોપી સામે સરકાર હાઇકોર્ટમાં કરશે અપીલ
રાજસ્થાન અને ગુજરાતમાં આસારામ વિરૂદ્ધ ચાલી રહેલ દુષ્કર્મ કેસમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારનાં કાયદા વિભાગે નિર્ણય કર્યો છે. જેમાં ટ્રાયલ કોર્ટે નિર્દોશ છોડેલા આરોપીઓ સામે સરકાર હાઈકોર્ટમાં જશે. ત્યારે આસારામને ગુજરાત તેમજ રાજસ્થાનનો કેસ અલગ અલગ હોઈ સજા એક સાથે કાપવાનો નિર્ણય લેવાની ટ્રાયલ કોર્ટને સત્તા નથી. જે બાબતે કાયદાકીય અભિપ્રાય અપાયો છે.
6 ઓક્ટોમ્બરનાં રોજ આસારામ સહિત 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો
તમને જણાવી દઈએ કે, સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં 30 જાન્યુઆરીના રોજ આસારામને દોષીત જાહેર કરાયો હતો જ્યારે આસારામ સિવાયના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. મહત્વનું એ છે કે, સુરતની બે યુવતીઓ પર વર્ષ 2001 માં થયેલા દુષ્કર્મ બાદ વર્ષ 2013 માં આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં 6 ઓક્ટોબર 2013 ના રોજ આસારામ સહિત અને 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
મહત્વનું છે કે, સુરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના વર્ષ 2001માં બની હતી. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો હતો. 1997થી વર્ષ 2006 સુધી બન્ને પીડિત યુવતીઓ મોટેરા આશ્રમમાં રહેતી હતી અને ત્યાં અવાર નવાર તેમના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. સરકાર વતી 55 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ગોધરા APMC ની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપનો ભગવો લહેરાયો