Ahmedabad Accident Case: તથ્યની સાથે રહેલા મિત્રોએ કારની સ્પીડ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
ઇનપુટ---પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત (ISKCON Bridge Accident)માં ધનાઢ્ય પરિવારના નબીરાએ ફુલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને બ્રિજ પર થયેલા અગાઉના અકસ્માતમાં મદદ કરવા ઉભેલા પોલીસ કર્મીઓ સહિત 10 નિર્દોષ વ્યક્તિઓના જાન લીધા હતા. આ ઘટનામાં જેગુઆર કારમાં તથ્ય...
09:40 AM Jul 22, 2023 IST
|
Vipul Pandya
ઇનપુટ---પ્રદિપ કચિયા, અમદાવાદ
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત (ISKCON Bridge Accident)માં ધનાઢ્ય પરિવારના નબીરાએ ફુલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને બ્રિજ પર થયેલા અગાઉના અકસ્માતમાં મદદ કરવા ઉભેલા પોલીસ કર્મીઓ સહિત 10 નિર્દોષ વ્યક્તિઓના જાન લીધા હતા. આ ઘટનામાં જેગુઆર કારમાં તથ્ય પટેલની સાથે રહેલા યુવક-યુવતીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે કાર જ્યારે એસજી હાઇવે પર આવી ત્યારે કારની સ્પીડ વધારે હતી. સમગ્ર મામલામાં આજે પણ તથ્ય અને તેના મિત્રોની પૂછપરછ કરાશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
અકસ્માત કેસમાં 2 વખત રિકન્ટ્રક્શન
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે નબીરા તથ્ય પટેલને ઝડપી લઇને તેને 3 દિવસના રિમાન્ડ પર લીધો છે ત્યારે સમગ્ર મામલે રચાયેલી તપાસ ટીમે શુક્રવારે મોડી રાત્રે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર અકસ્માતની ઘટનાનું LIVE રિકન્ટ્રક્શન (LIVE reconstruction) કર્યું હતું. FSL ટીમ અને પોલીસ અધિકારીઓએ સમગ્ર ઘટના કેવી રીતે બની તેની ટેકિનકલ પાસા સહિતની માહિતીની તપાસ કરી હતી. અકસ્માત કેસમાં 2 વખત રિકન્ટ્રક્શન કરાયું છે. અગાઉ એક વાર તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને રિકન્ટ્રક્શન કરાયુ હતું.
તથ્ય પટેલ હાલ 3 દિવસના રિમાન્ડ પર છે
તથ્ય પટેલ હાલ 3 દિવસના રિમાન્ડ પર છે ત્યારે પોલીસ વિવિધ 11 મુદ્દા પર તપાસ કરી રહી છે અને તથ્યની આ મુદ્દા પર ઉંડાણપૂર્વક પૂછપરછ થશે. ખાસ કરીને અકસ્માત દરમિયાન કર્ણાવતી ક્લબથી લઇને ઇસ્કોન બ્રિજ સુધી કારમાં શું ઘટના બની હતી તેની પણ તપાસ કરાઇ રહી છે. તથ્ય કેફેમાં મિત્રો સાથે ગયો તે પહેલાં ક્યાં હતો તેની પણ તપાસ કરાશે તથા તેના મિત્રોની પણ પૂછપરછ કરાશે.
તથ્ય પટેલ કોઇ ખુલાસો કરતો નથી
બીજી તરફ તથ્ય પટેલ કારની સ્પીડ અંગે પણ પોલીસને સટિક માહિતી આપી રહ્યો નથી પણ પોલીસે શુક્રવારે રાત્રે જે બીજી વખત ઘટનાનું LIVE રિકન્ટ્રક્શન કર્યું તેમાં પોલીસની ટીમને મહત્વની જાણકારી મળી છે અને અનેક ખુલાસા થયા છે.
કારની સ્પીડ વધારે હોવાનો ઘટસ્ફોટ
તથ્ય પટેલની સાથે રહેલા તેના મિત્રોની પણ તપાસ ટીમે અલગ અલગ રીતે બેસાડીને નિવેદનો લીધા હતા અને તપાસ ટીમને આ તમામ નિવેદનોમાં અલગ અલગ નિવેદનો હોવાનું જાણવા મળ્યું છે. કારમાં તથ્યની સાથે રહેલી 3 યુવતી પૈકી એક યુવતીએ કારની સ્પીડ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે જ્યારે અન્ય 2 યુવકોએ પણ કારની સ્પીડ અંગે માહિતી આપી છે. આ તમામે કાર જ્યારે એસજી હાઇવે પર આવી ત્યારે કારની સ્પીડ વધારે હોવાનો ઘટસ્ફોટ કર્યો છે જેથી પોલીસ આજે પણ આ મુદ્દા પર ઉંડી તપાસ કરશે તેમ પોલીસ સુત્રોએ કહ્યું હતું.
Next Article