Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajasthan : ચૂંટણી પંચે ચૂંટણીની તારીખમાં કર્યો ફેરફાર, હવે આ તારીખે થશે મતદાન

ચૂંટણી પંચે રાજસ્થાન (Rajasthan) ચૂંટણી (Rajasthan election)ની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ મતદાનની તારીખ 23મી નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 25મી નવેમ્બરે મતદાન થશે. તારીખ બદલવા માટે વિવિધ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી...
rajasthan   ચૂંટણી પંચે ચૂંટણીની તારીખમાં કર્યો ફેરફાર  હવે આ તારીખે થશે મતદાન

ચૂંટણી પંચે રાજસ્થાન (Rajasthan) ચૂંટણી (Rajasthan election)ની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ મતદાનની તારીખ 23મી નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 25મી નવેમ્બરે મતદાન થશે. તારીખ બદલવા માટે વિવિધ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી. કારણ કે દેવ ઉઠી એકાદશી 23 તારીખે છે અને તેથી તે દિવસે મોટી સંખ્યામાં લગ્નો હોઇ શકે છે. તેને ધ્યાનમાં રાખીને તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Advertisement

પાંચ રાજ્યોમાં 7 નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે મતદાન થવાનું છે

ચૂંટણી પંચે સોમવારે રાજસ્થાનની સાથે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. પાંચ રાજ્યોમાં 7 નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે મતદાન થવાનું છે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે.

Advertisement

23 નવેમ્બર અંગે ચિંતા વ્યક્ત કરી

Advertisement

ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજસ્થાનમાં અનેક સામાજિક અને ધાર્મિક સંગઠનોએ 23 નવેમ્બર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે 23મી નવેમ્બરે ઘણા લગ્ન છે, તેથી તેમને મતદાનમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ચૂંટણી પંચે શું કહ્યું

ચૂંટણી પંચે કહ્યું, “વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને મીડિયા પ્લેટફોર્મ્સ તરફથી મતદાનની તારીખમાં ફેરફારને લઈને માંગણીઓ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મતદાનના દિવસે મોટા પાયે લગ્ન થાય છે. આનાથી મોટી સંખ્યામાં લોકોને અસુવિધા થઈ શકે છે. લોજિસ્ટિક્સ પ્રભાવિત થઈ શકે છે. આનાથી મતદાન દરમિયાન મતદારોની ભાગીદારી ઘટી શકે છે.

આ પણ વાંચો---તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, આ ક્ષેત્રમાં થશે સમજૂતિ

Tags :
Advertisement

.