GANGSTER : જેણે મુખ્તાર પર POTA લગાવ્યો તે DSP ને 15 દિવસમાં રાજીનામું આપવું પડ્યું
GANGSTER : ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા (GANGSTER) અને શક્તિશાળી રાજનેતા મુખ્તાર અન્સારી (Mukhtar Ansari)નું ગુરુવારે રાત્રે મોત થયું હતું. બાંદા જેલમાં બંધ મુખ્તારની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેને બાંદા મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં હાર્ટ એટેકને કારણે મુખ્તારનું મૃત્યુ થયું હતું. મુખ્તારની છેલ્લા ઘણા દિવસોથી તબિયત ખરાબ હતી જેના કારણે તેને અગાઉ પણ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. મુખ્તાર વિરુદ્ધ ઘણા મોટા ગુનાહિત કેસ છે. જ્યારે મુખ્તારની રાજકીય શક્તિ ચરમસીમા પર હતી ત્યારે ઘણા પોલીસ અધિકારીઓ પણ તેનાથી પરેશાન હતા.
જ્યારે મુખ્તારનું સામ્રાજ્ય ચરમસીમા પર હતું
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીના મૃત્યુ પર પૂર્વ ડીએસપી શૈલેન્દ્ર સિંહે કહ્યું કે 20 વર્ષ પહેલા 2004માં મુખ્તાર અંસારીની સામ્રાજ્ય ચરમસીમા પર હતી. જે વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો ત્યાં તે ખુલ્લી જીપમાં ફરતો હતો. તે સમયે મેં લાઇટ મશીનગન રિકવર કરી હતી, તે પહેલા કે પછી કોઈ રીકવરી નહોતી. મેં મુખ્તાર પર POTA પણ લગાવ્યો હતો. પરંતુ મુલાયમ સરકાર કોઈપણ ભોગે તેને બચાવવા માગતી હતી.
15 દિવસની અંદર રાજીનામું આપવાની ફરજ પડી
પૂર્વ ડીએસપી શૈલેન્દ્ર સિંહે કહ્યું કે મુલાયમ સરકારે અધિકારીઓ પર દબાણ કર્યું, આઈજી-રેન્જ, ડીઆઈજી અને એસપી-એસટીએફની બદલી કરવામાં આવી. મને પણ 15 દિવસની અંદર રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે મેં મારા રાજીનામામાં મારું કારણ લખ્યું છે અને જનતા સમક્ષ મૂક્યું છે કે આ એ જ સરકાર છે જેને તમે ચૂંટી છે, જે માફિયાઓને રક્ષણ આપી રહી છે અને તેમના આદેશ પર કામ કરી રહી છે.
#WATCH | Lucknow: Gangster-turned-politician Mukhtar Ansari's death | Former DSP Shailendra Singh says, "20 years ago, in 2004, Mukhtar Ansari's empire was at its peak. He would move around in open jeeps in areas where curfew was imposed. That time I recovered a Light Machine… pic.twitter.com/tMIAycGCXj
— ANI (@ANI) March 29, 2024
માયાવતીએ તપાસની માંગ કરી
બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ શુક્રવારે માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીના મૃત્યુની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. બીએસપી સુપ્રીમોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે તપાસ જરૂરી છે જેથી તેમના મૃત્યુની સાચી હકીકત બહાર આવી શકે.
આ પણ વાંચો----- મુખ્તાર અન્સારીના મૃત્યું બાદ પુત્રએ કહ્યું, મારા પિતાને જેલમાં Slow Poison અપાતું હતું
આ પણ વાંચો---- Mukhtar Ansari વિરુદ્ધ 65 થી વધુ ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયા, જાણો તેની સંપૂર્ણ ગુનાહિત કુંડળી…
આ પણ વાંચો---- Mukhtar Ansari : માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત, બાંદા જેલમાં બગડી હતી તબિયત…