પંચમહાભૂતમાં વિલિન થયાં મુલાયમસિંહ યાદવ, પુત્ર અખિલેશે આપી મુખાગ્નિ
સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વડા મુલાયમ સિંહ યાદવનું (Mulayam Singh Yadav) સોમવારે નિધન થયું હતું. 82 વર્ષની ઉંમરે તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવના મૃતદેહને ગુરુગ્રામથી સૈફઈ લઈ જવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) તેમને શ્રદ્ધાંજલિ આપવા સૈફઈ પહોંચ્યા હતા.ઉત્તરપ્રદેશના (Uttarpradesh) પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીનàª
Advertisement
સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વડા મુલાયમ સિંહ યાદવનું (Mulayam Singh Yadav) સોમવારે નિધન થયું હતું. 82 વર્ષની ઉંમરે તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવના મૃતદેહને ગુરુગ્રામથી સૈફઈ લઈ જવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) તેમને શ્રદ્ધાંજલિ આપવા સૈફઈ પહોંચ્યા હતા.
ઉત્તરપ્રદેશના (Uttarpradesh) પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સ્થાપક આજે પંચતત્વમાં વિલીન થઈ ગયા. તેમના પુત્ર અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) અગ્નિદાહ આપ્યો હતો. નેતાજીના અંતિમ સંસ્કાર તેમના વતન ગામ સૈફઈના મેલાના મેદાનમાં થયા હતા. આ પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સૈફઈના મેળાના મેદાનમાં રાખવામાં આવ્યો હતો.
સમાજવાદી પાર્ટીના વડા અને UPના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના આજે બપોરે તેમના વતન ગામ સૈફઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના પાર્થિવ દેહને સવારે 10 વાગ્યાથી અંતિમ દર્શન માટે સૈફઈ (Saifai) મેળા ગ્રાઉન્ડના પંડાલમાં રાખવામાં આવ્યો હતો. બપોરે 4 કલાકે સરકારી સન્માન સાથે મેલા ગ્રાઉન્ડમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અખિલેશ યાદવે પિતા મુલાયમસિંહ યાદવની ચિતાને મુખાગ્નિ આપી હતી. અંતિમ સંસ્કાર દરમિયાન નેતાજી અમર રહો... ના નારા ગુંજ્યા હતા.
દિગ્ગજોની હાજરી
મુલાયમસિંહ યાદવના અંતિમ દર્શન અને અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, અભિષેક બચ્ચન, અશોક ગહેલોત, શરદ પવાર, સુપ્રિયા સૂલે સહિતના દિગ્ગજ નેતાઓ સૈફઈ પહોંચ્યા હતા.
રક્ષામંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
સૈફઈ પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) કહ્યું કે, અમારી વચ્ચે ખૂબ જ મજબૂત સંબંધ છે. મુલાયમ સિંહ યાદવ ભારતીય રાજનીતિનું એક મોટું વ્યક્તિત્વ હતું. તેમના નિધનથી દેશ માટે મોટી ખોટ છે. અમે બધા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં આવ્યા છીએ. પીએમ મોદી અહીં ન આવી શક્યા પરંતુ તેમણે મને તેમના વતી શ્રદ્ધાંજલિ આપવા કહ્યું.
રેત આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે શ્રદ્ધાંજલિ પાઠવી
પત્નીના સ્મારકની બાજુમાં જ અંતિમ સંસ્કાર
સૈફઈ મહોત્સવનું જ્યાં આયોજન કરવામાં આવે છે તે મેદાનમાં જ મુલાયમસિંહ યાદવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ જગ્યાએ તેમની પ્રથમ પત્નિ માલતી દેવીના સ્મારકની બાજુમાં જ છે. માલતી દેવીનું નિધન વર્ષ 2003માં થયું હતું.
Advertisement