ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kedarnath Dham ના કપાટ આજથી 6 મહિના બંધ

કેદારનાથ ધામના કપાટ આજથી બંધ થઇ કરી દેવાયા છે હવે કેદારનાથ 6 મહિના સુધી ઉખીમઠમાં દર્શન આપશે. આજે કેદારનાથની પંચમુખી મૂર્તિને ડોલી દ્વારા ઉખીમઠ મોકલવામાં આવી કેદારનાથ આખા શિયાળા દરમિયાન અહીં રહે છે Kedarnath Dham : કેદારનાથ ધામ (Kedarnath...
09:18 AM Nov 03, 2024 IST | Vipul Pandya
Kedarnath Dham

Kedarnath Dham : કેદારનાથ ધામ (Kedarnath Dham)ના કપાટ આજથી બંધ થઇ કરી દેવાયા છે. અત્યારે મંદિરમા આજે વહેલી સવારે 4 વાગ્યાથી સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવી રહી છે. દરવાજા બંધ કરવાનો સમય સવારે 8.30 હતો અને કપાટ બંધ કરી દેવાયા છે. હવે કેદારનાથ 6 મહિના સુધી ઉખીમઠમાં દર્શન આપશે.

કપાટ ક્યારે બંધ થાય છે?

સામાન્ય રીતે ભાઇ બીજના દિવસે કેદારનાથના કપાટ બંધ કરવામાં આવે છે. પંચમુખી મૂર્તિને ડોલીમાં રાખવામાં આવશે. આ ડોળી ઉખીમઠના ઓમકારેશ્વર પહોંચશે. બાબાની ડોળી આજે ગૌરીકુંડ, સોનપ્રયાગ થઈને રામપુર પહોંચશે. કેદારનાથને 5 નવેમ્બરે ઓમકારેશ્વરમાં વિરાજમાન કરાશે.

આ વર્ષે 16 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરવા પહોંચ્યા

આ વર્ષે 16 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરવા પહોંચ્યા હતા. છેલ્લા 6 દિવસમાં 1 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા. યમુનોત્રી ધામના દરવાજા પણ આજે જ બંધ રહેશે.

આ પણ વાંચો----Uttarpradesh પોલીસનો પર્દાફાશ,વિધર્મી યુવકો હિંદુ સાધુનો વેશ ધારણ કરી માંગતા ભીખ

મંદિર પરિસરને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું

સભા મંડપ સહિત મંદિરના મુખ્ય દરવાજા 8.30 વાગ્યે બંધ કરવામાં આવ્યા હતા. આ અવસર પર હજારો ભક્તો કેદારનાથના દર્શન કરવા પહોંચ્યા હતા. સમગ્ર મંદિર પરિસરને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આજે કેદારનાથની પંચમુખી મૂર્તિને ડોલી દ્વારા ઉખીમઠ મોકલવામાં આવી છે

કેદારનાથ આખા શિયાળા દરમિયાન અહીં રહે છે

ગૌરીકુંડથી સોનપ્રયાગ થઈને ડોલી આજે રાત્રે રામપુર ખાતે વિશ્રામ કરશે. ત્યાર બાદ 5 નવેમ્બરથી ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં કેદારનાથના દર્શન થશે. કેદારનાથ આખા શિયાળા દરમિયાન અહીં રહે છે. આ વર્ષે 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથના દર્શન કર્યા છે. છેલ્લા 6 દિવસમાં જ 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. આજે દ્વાર બંધ થવાના અવસરે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગઈકાલે ગંગોત્રી ધામના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા

અગાઉ ગઈકાલે ગંગોત્રી ધામના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક ગંગોત્રીમાં માતા ગંગાની પૂજા કરવામાં આવે છે. અહીંથી આગળ ગોમુખ છે, જ્યાંથી ગંગા નીકળે છે. સૌથી પહેલા ગંગોત્રીના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હવે આજે કેદારનાથની સાથે યમુનોત્રીના દરવાજા પણ બંધ રહેશે. ત્યાર બાદ આખરે બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો---Pawan Kalyan નું સનાતન ધર્મના રક્ષણ માટે મહત્વનું પગલું

Tags :
badrinath dhamDevoteesGangotri DhamKedarnath DhamKedarnath Dham have been closedKedarnath Panchamukhi MurtiRudraprayagUkhimathUttarakhandYamunotri Dham
Next Article