Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Badrinath Dham-કપાટ ખૂલતાં જ મળ્યો શુભસંકેત

Badrinath Dham- ચારધામની યાત્રા શરૂ થઈ ગઈ છે. 10મી મેના કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રીના કપાટ ખુલ્યા હતા અને એના બે દિવસ બાદ એટલે કે 12મી મેના રોજ બદરીનાથ મંદિર (Badrinath Dham )ના કપાટ પણ ખુલી ગયા હતા. ચારેય ધામના કપાટ ખૂલી...
badrinath dham કપાટ ખૂલતાં જ મળ્યો શુભસંકેત

Badrinath Dham- ચારધામની યાત્રા શરૂ થઈ ગઈ છે. 10મી મેના કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રીના કપાટ ખુલ્યા હતા અને એના બે દિવસ બાદ એટલે કે 12મી મેના રોજ બદરીનાથ મંદિર (Badrinath Dham )ના કપાટ પણ ખુલી ગયા હતા. ચારેય ધામના કપાટ ખૂલી જતાં મોટી સંખ્યામાં ભક્તો બાબા ભોલેનાથના દર્શન કરવા પહોંચ્યા હતા. કપાટ ખુલતાં જ ભગવાન બદરીનાથ (God Badrinath)ની મૂર્તિએ જે સંકેત આપ્યા છે એ જોઈને ભક્તો ખુશ થઈ ગયા હતા. આ સંકેત ખૂબ જ શુભ સંકેત માનવામાં આવ્યો છે.

Advertisement

છ મહિના પછી ય ધૃત કંબલ યથાવત

12મી મેના સવારે છ વાગ્યે Badrinath Dhamનાં કપાટ ખુલતાં જ સૌથી પહેલાં મંદિરના મુખ્ય મહંત રાવલ ઈશ્વરપ્રસાદ નંબુદરીએ પ્રવેશ કર્યો હતો અને એમણે અંદરનો જે નજારો જોયો છે એ જોઈને તેઓ એકદમ ખુશ થઈ ગયા હતા. ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન બદરીનાથની મૂર્તિ પર છ મહિના પહેલાં કપાટ બંધ થતાં પહેલાં જે ધૃત કંબલ (ઘીનો કરવામાં આવેલા લેપનો થર) એ જ અવસ્થામાં મળી આવ્યો હતો જેવું તે લગાવતી વખતે હતી.

ઘી અને ધાબળાનું એ જ અવસ્થામાં મળવું ખૂબ જ શુભ સંકેત

ઘી અને ધાબળાનું એ જ અવસ્થામાં મળવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ નજારો જોઈને તીર્થ પુરોહિત એકદમ ખુશ થઈ ગયા હતા. ત્યાર બાદ પરંપરા અનુસાર ભવિષ્ય ભાખવામાં આવ્યું કે આ વર્ષે આખા દેશમાં ક્યાંય દુકાળ નહીં પડે અને આખા દેશમાં ખુશહાલીનો માહોલ જોવા મળશે.

Advertisement

જૂની પરંપરા અનુસાર દર વર્ષે શિયાળામાં બદરીનાથના કપાટ (Badrinath Temple) છ મહિના માટે બંધ કરવામાં આવે છે. પરંતુ કપાટ બંધ કરતાં પહેલાં ભગવાન બદરીનાથ ((God Badrinath)ને ધૃત કંબલ ઓઢાડવામાં આવે છે અને આ રિવાજ વર્ષોથી નિભાવવામાં આવે છે. જો છ મહિના બાદ પણ ઘીનો લેપ જેમનો તેમ મળી આવે તો એને શુભ સંકેત માનવામાં આવે છે. જો ધૃત કંબલ સૂકાઈ જાય તો તેને અશુભ માનવામાં આવે છે અને તેને હિમાલય ક્ષેત્રમાં તેને દુકાળ અને મુસીબતનો સંકેત માનવામાં આવે છે.

આ પણ વાંચો- -શ્રદ્ધાથી વિધિ-વિધાનો(Spiritual rituals) કરશો તો જરૂર લાભ થશે…’ 

Advertisement

Advertisement

.