Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KHEDA : મોતની સિરપ બનાવનાર વડોદરાનો નિતીન કોટવાણી નકલી કેમિકલ માટે કુખ્યાત..!

ખેડા નશીલી સિરપકાંડમાં વડોદરા કનેક્શન ઝડપાયેલા નીતિન કોટવાની અંગે મોટો ઘટસ્ફોટ નીતિનની નકલી દારૂ, સેનિટાઈઝરમાં સંડોવણી નકલી સેનિટાઈઝરની ફેક્ટરીમાં પકડાયો હતો સાંકરદા નકલી દારૂની ફેક્ટરીમાં પણ સંડોવણી જેલમાં લોરેન્સના સાગરિત પાસેથી શીખ્યો હતો ખેડામાં નશીલી સિરપથી 5 લોકોના મોત થયા...
kheda   મોતની સિરપ બનાવનાર વડોદરાનો નિતીન કોટવાણી નકલી કેમિકલ માટે કુખ્યાત

ખેડા નશીલી સિરપકાંડમાં વડોદરા કનેક્શન
ઝડપાયેલા નીતિન કોટવાની અંગે મોટો ઘટસ્ફોટ
નીતિનની નકલી દારૂ, સેનિટાઈઝરમાં સંડોવણી
નકલી સેનિટાઈઝરની ફેક્ટરીમાં પકડાયો હતો
સાંકરદા નકલી દારૂની ફેક્ટરીમાં પણ સંડોવણી
જેલમાં લોરેન્સના સાગરિત પાસેથી શીખ્યો હતો
ખેડામાં નશીલી સિરપથી 5 લોકોના મોત થયા

Advertisement

સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા ખેડા જિલ્લાના મોતની સિરપ કાંડનું પગેરું વડોદરા સુધી પહોંચ્યું છે. વડોદરામાં 2021માં નકલી સેનેટાઇઝર બનાવતા પકડાયેલો કુખ્યાત નિતીન કોટવાણી આ નશીલી સિરપ કાંડમાં પણ સંડોવાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ હાલ નિતીન કોટવાણીને શોધી રહી છે. નિતીન કોટવાણી નકલી કેમિકલના ધંધામાં કુખ્યાત છે.

Advertisement

નશીલી સિરપ કાંડનો માસ્ટર માઇન્ડ વડોદરાનો નિતીન કોટવાણી

ખેડાની નશીલી સિરપ કાંડનો માસ્ટર માઇન્ડ વડોદરાનો નિતીન કોટવાણી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે 2021માં વડોદરા પીસીબી પોલીસે ગોરવા વિસ્તારમાંથી આયુર્વેદીક સિરપ બનાવવાની ફેક્ટરી ઝડપી હતી. પોલીસ તપાસમાં તે આ યુર્વેદિક સિરપ બનાવવાની આડમાં આલ્કોહોલ મિશ્રીત દારુ બનાવતો હતો અને આ મામલે નિતીન સામે ગુનો નોંધાયો હતો. પોલીસે તે સમયે નિતીનની ધરપકડ કરી હતી.

Advertisement

અગાઉ તે નકલી સેનેટાઇઝર બનાવાના કેસમાં પકડાયો હતો

નીતન અજીત કોટવાણી નામનો આ શખ્સ કેમિકલના ધંધામાં કુખ્યાત છે. અગાઉ તે નકલી સેનેટાઇઝર બનાવાના કેસમાં પકડાયો હતો અને તે ચાર મહિના જેલમાં રહ્યા બાદ જેલમાંથી છુટીને તેણે આયુર્વેદીક સિરપ બનાવાની આડમાં નકલી દારુ બનાવાનું શરુ કર્યું હતું. તે સમયે પીસીબીએ સાંકરદા ગામ અને ગોરવા જીઆઇડીસીમાં રેઇડ કરી 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી સુપરવાઇઝર આશા નિલેશ ચાવડાની ધરપકડ કરી હતી.

પોલીસથી બચવા માટે પોતાનો હુલીયો બદલ્યો

અગાઉ નિતીન પકડાયેલો હોવાથી તેણે પોલીસથી બચવા માટે પોતાનો હુલીયો બદલ્યો હતો અને ક્લિન શેવ કરાવી હતી. જો કે પોલીસે તેની ચાલવાની રીતથી ઓળખી કાઢી ઝડપી પાડ્યો હતો.

બિશ્નોઇ ગેંગના સંપર્કમાં આવી પ્લાન ઘડ્યો

પોલીસ કમિશનરે કહ્યું કે નિતીન ગોરવા તળાવ પાસે શિવ ભક્તિ ફ્લેટમાં રહેતો હતો અને ત્યારબાદ મકાન વેચીને મુંબઇ જતો રહ્યો છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે તે જેલમાં હતો ત્યારે બિશ્નોઇ ગેંગના સંપર્કમાં આવ્યો હતો અને ગેંગના સાગરીતે તેને આ આઇડિયા આપ્યો હતો અને ત્યારબાદ જેલમાંથી છુટીને તેણે નકલી આયુર્વેદીક સિરપ બનાવાનું શરુ કર્યું હતું.

આ પણ વાંચો----ગુજરાતીઓ ફરી તૈયાર રહેજો…! હવામાન વિભાગે એકવાર ફરી કરી આગાહી

Tags :
Advertisement

.