Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Social Life : ઘરેલું કંકાસના વિવાદો વધતાં સરકારનો મોટો નિર્ણય...!

Social Life : બદલાઇ રહેલી સામાજીક સ્થિતિ (Social Life) અને ખતમ થઇ રહેલી સંયુક્ત કુટુંબની ભાવના સહિતના વિવિધ કારણોસર હવે ઘર કંકાસ વધી રહ્યો છે કારણ કે રાજ્યમાં એક સાથે 80 ફેમિલી કોર્ટ શરુ કરવાની નોબત આવી છે. ઘરેલું પ્રશ્નોના...
social life   ઘરેલું કંકાસના વિવાદો વધતાં સરકારનો મોટો નિર્ણય

Social Life : બદલાઇ રહેલી સામાજીક સ્થિતિ (Social Life) અને ખતમ થઇ રહેલી સંયુક્ત કુટુંબની ભાવના સહિતના વિવિધ કારણોસર હવે ઘર કંકાસ વધી રહ્યો છે કારણ કે રાજ્યમાં એક સાથે 80 ફેમિલી કોર્ટ શરુ કરવાની નોબત આવી છે. ઘરેલું પ્રશ્નોના કારણે કાયદાકીય વિવાદો હવે વધી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના કાયદા વિભાગે રાજ્યમાં એક સાથે 80 ફેમિલી કોર્ટ શરુ કરવા માટે મંજૂરી આપી છે.

Advertisement

સમાજ જીવનમાં મોટો બદલાવ

હવે સમાજ જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. સંયુક્ત કુટુંબની ભાવના તો લગભગ ખતમ થવાના આરે છે. મોટા શહેરોમાં વિભક્ત પરિવારોની સંખ્યા વધી રહી છે. સાથે સાથે સહનશીલતાનો ભાવ પણ હવે પહેલા જેવો રહ્યો નથી અને તેના કારણે કૌટુંબિક તકરારો વધી ગઇ છે. ઘરેલું કંકાસ વધી જતાં કાયદાકીય વિવાદો પણ ઉભા થઇ રહ્યા છે અને તે માટે સરકારને અલગથી આ પ્રશ્નો ઉકેલવા માટે ફેમિલી કોર્ટ શરુ કરવી પડી હતી.

ઘરેલું હિંસા અને છુટાછેડાના કેસ વધી રહ્યા છે

હાલ રાજ્યમાં 32 ફેમિલી કોર્ટ છે અને આ કોર્ટમાં ઘરેલું કંકાસના કેસો ચાલી રહ્યા છે. રોજ સરેરારશ પંદરસોથી બે હજાર કેસો ફેમિલીકોર્ટમાં આવી રહ્યા છે. ઘરેલું હિંસા અને છુટાછેડાના કેસ વધી રહ્યા છે. આ વિવાદોનો ઝડપથી ઉકેલ આવે તે માટે સરકારે તાત્કાલિક અસરથી 80 જેટલી નવી ફેમિલી કોર્ટ શરુ કરવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

નવી 720 જગ્યા ભરવામાં આવશે.

80 ફેમિલી કોર્ટ શરુ કરવા 80 જિલ્લા ન્યાયાધીશ, 80 રજીસ્ટ્રાર, ગુજરાતી સ્ટેનોગ્રાફર , સિનીયરલ ક્લાર્ક સહિત 720 વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે. રાજ્યની ફેમિલી કોર્ટમાં કેસનું ભારણ વધ્યું છે અને અમદાવાદ, વડોદરા તથા સુરત જેવા શહેરોમાં સૌથી વધુ કેસ પડતર રહે છે જેથી નવી કોર્ટ શરુ કરાશે તો કેસોનો નિકાલ પણ ઝડપથી આવશે.

આ પણ વાંચો---- AHMEDABAD : એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓના ચેટમાં થયા ચોંકાવનારા ખુલાસા, વાંચો અહેવાલ

Advertisement

આ પણ વાંચો---- Weather : સાવધાન,આજથી આકાશમાંથી અગનગોળા વરસશે

આ પણ વાંચો---- Raju Bapu controversy : રાજુ બાપુએ રડતા રડતા માગી માફી, 5 વર્ષ કથા ન કરવા દેવા કોળી-ઠાકોર સમાજની માગ

Tags :
Advertisement

.