Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CBI : દિલ્હી લિકર પોલિસી કેસમાં બીઆરએસ નેતા કે. કવિતાની ધરપકડ

CBI : દિલ્હી લિકર પોલિસી કેસમાં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કેસીઆરની પુત્રી અને બીઆરએસ નેતા કે. કવિતા (K. Kavitha) ની ગુરુવારે ધરપકડ કરી હતી. કે. કવિતા હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. શનિવારે સીબીઆઈ (CBI) એ કવિતાની...
cbi   દિલ્હી લિકર પોલિસી કેસમાં બીઆરએસ નેતા કે  કવિતાની ધરપકડ
Advertisement

CBI : દિલ્હી લિકર પોલિસી કેસમાં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કેસીઆરની પુત્રી અને બીઆરએસ નેતા કે. કવિતા (K. Kavitha) ની ગુરુવારે ધરપકડ કરી હતી. કે. કવિતા હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. શનિવારે સીબીઆઈ (CBI) એ કવિતાની જેલમાં પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 15 માર્ચે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કવિતાની ધરપકડ કરી હતી. 9 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટે કવિતાની કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી હતી.

કોર્ટમાં રજૂ કરી કસ્ટડીની માંગણી?

સીબીઆઈએ આજે કવિતાની જેલમાંથી ધરપકડ કરી છે અને 24 કલાકમાં તેમને કોર્ટમાં રજૂ કરી કસ્ટડીની માંગણી કરશે. સીબીઆઈએ ભ્રષ્ટાચાર નિવારણ અને 120B કાવતરા હેઠળ એક્સાઈઝ કૌભાંડની એફઆઈઆર નોંધી હતી, ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસમાં ખુલાસો થયો કે કે. કવિતાએ આમ આદમી પાર્ટી (AAP)ને 100 કરોડ રૂપિયાની લાંચ અપાવી હતી.

Advertisement

Advertisement

કવિતાને વચગાળાના જામીન મળ્યા નથી

અગાઉ સોમવારે, કોર્ટે કવિતાને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ તેણે માત્ર પુરાવાનો નાશ કર્યો નથી પરંતુ સાક્ષીઓને પણ પ્રભાવિત કર્યા છે અને જો તેને રાહત આપવામાં આવે છે, તો 'સંપૂર્ણ સંભાવના' છે કે તે આ પ્રકારે કરવાનું ચાલુ રાખશે. EDએ આરોપ લગાવ્યો છે કે વિધાન પરિષદના સભ્ય અને તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતા તે જ 'સાઉથ ગ્રૂપ'ની મુખ્ય સભ્ય છે, જેની પર દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપવાનો આરોપ છે.

આ પણ વાંચો---- Lok Sabha Election: લોકસભા ચૂંટણી પહેલા માયાવતીને ઝટકો, સાંસદ મલૂક નાગરે છોડી BSP

આ પણ વાંચો---- Arvind Kejriwal :કેજરીવાલને વધુ એક ઝટકો! વિજિલન્સ વિભાગે PA બિભવ કુમારને હટાવ્યા

આ પણ વાંચો--- Delhi : કેજરીવાલને ઝટકો, મંત્રીએ જ આપી દીધું રાજીનામું

Tags :
Advertisement

.

×