Nirbhaya2: CBI તપાસ શરુ, પીડિતાના શરીર પર કપડા પણ ન હતા..
- મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સીબીઆઈએ તપાસ શરૂ કરી
- પરિવારે આક્ષેપ કર્યો કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમની પુત્રીએ આત્મહત્યા કરી છે
- પીડિતાના શરીર પર કોઈ કપડા નહોતા
Nirbhaya 2 : પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર પર દુષ્કર્મ (Nirbhaya 2)અને હત્યાના કેસમાં સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. CBIએ તપાસ એજન્સીમાં નવી FIR નોંધી છે. તેને જોતા દિલ્હીથી સીબીઆઈની એક ટીમ આ કેસની તપાસ માટે કોલકાતા પહોંચી હતી. CBIએ દિલ્હીથી વિશેષ મેડિકલ અને ફોરેન્સિક ટીમ મોકલી છે. કોલકાતા પહોંચ્યા પછી, ટીમ BSF-દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના અધિકારીઓને મળવા માટે પહેલા ન્યૂ ટાઉન રાજારહાટ પહોંચી. કલકત્તા હાઈકોર્ટે ગઈ કાલે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો.
સવારે 10 વાગ્યા સુધીમાં કેસ ડાયરી સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો
અગાઉ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મંગળવારે હત્યાની તપાસ સંભાળી હતી. એજન્સીએ કલકત્તા હાઈકોર્ટના આદેશના કલાકોમાં જ તમામ ઔપચારિકતાઓ પૂરી કરી હતી. કોર્ટે રાજ્ય પોલીસને કેસના દસ્તાવેજો કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે રાજ્ય પોલીસને બુધવારે સવારે 10 વાગ્યા સુધીમાં કેસ ડાયરી સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો.
શું છે મામલો?
કોલકાતાની સરકારી આરજી કર હોસ્પિટલના ઓડિટોરિયમમાં કથિત રીતે દુષ્કર્મ અને હત્યા કરાયેલ પોસ્ટ ગ્રેજ્યુએટ તાલીમાર્થીનો મૃતદેહ શુક્રવારે સવારે મળી આવ્યો હતો. શનિવારે આ સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાના માતા-પિતાએ આ કેસમાં કોર્ટની દેખરેખ હેઠળની તપાસની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કર્યો હતો. સીબીઆઈ તપાસની માંગ કરતી અન્ય કેટલીક પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો----Kolkata Rape : બેરહેમીથી દુષ્કર્મ અને હત્યા કરી આરોપી ઘેર જઇ સુઇ ગયો...
તેમની પુત્રીએ આત્મહત્યા કરી છે
એક મુલાકાતમાં, પરિવારે આક્ષેપ કર્યો હતો કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમની પુત્રીએ આત્મહત્યા કરી છે અને તેણીના મૃતદેહને જોવાની મંજૂરી આપતા પહેલા તેઓએ ત્રણ કલાક સુધી હોસ્પિટલની બહાર રાહ જોવી પડી હતી. પિતાએ કહ્યું કે જ્યારે તેમને પહેલીવાર હોસ્પિટલમાંથી ફોન આવ્યો ત્યારે હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે મારી પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે
તેના શરીર પર કોઈ કપડા નહોતા
પિતાના કહેવા પ્રમાણે, કોલકાતા પોલીસને આ આત્મહત્યા હોવાની શંકા હતી, પરંતુ બાદમાં તેમનું વલણ બદલાઈ ગયું. અહેવાલ મુજબ, માતા-પિતા સાથે હોસ્પિટલમાં આવેલા એક સંબંધીએ જણાવ્યું કે પીડિતાની માતા તેમની પુત્રીના મૃત્યુ વિશે જાણ્યા પછી બેભાન થઈ ગઈ હતી. સંબંધીએ આરોપ લગાવ્યો કે જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા તો તેમને ત્રણ કલાક બહાર રાહ જોવી પડી. ત્રણ કલાક પછી તેઓએ પિતાને અંદર જઈને તેણીના મૃતદેહને જોવાની મંજૂરી આપી હતી. તેમને માત્ર એક તસવીર જ ક્લિક કરવાની મંજૂરી આપવામાં આવી હતી, તેને બહાર લવાઇ ત્યારે અમને બતાવામાં આવી હતી. તેના શરીર પર કોઈ કપડા નહોતા.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું છે?
પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે મૃતકનું જાતીય શોષણ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. પીડિતાની આંખ, મોં અને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું. તેના ડાબા પગ, ગરદન, જમણા હાથ અને હોઠ પર પણ ઈજાઓ થઈ હતી.
જાણો આરોપી વિશે
કોલકાતા પોલીસે આ કેસમાં 33 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી છે. તે 2019માં કોલકાતા પોલીસમાં નાગરિક સ્વયંસેવક તરીકે જોડાયો હતો. આરોપી એક પ્રશિક્ષિત બોક્સર છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તે કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓની નજીક આવ્યો હતો. આ પછી તેને કોલકાતા પોલીસ કલ્યાણ બોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો અને આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની પોલીસ ચોકીમાં તૈનાત કરવામાં આવ્યો.
આ પણ વાંચો----Kolkata : મહિલા ડોક્ટરના પ્રાઇવેટ પાર્ટ સહિત શરીરમાંથી લોહી...