Pakistan માં હિન્દુ યુવતીઓની ઝાડ પર લટકતી મળી લાશ..
- પાકિસ્તાનમાં ઇસ્લામકોટ થરપારકર નજીકના ગામનો ચકચારી બનાવ
- ગામમાં ઝાડ પર બે યુવતીની લટકતી લાશ મળી
- બંને યુવતી હિન્દુ સમુદાયની છે
- પાકિસ્તાનમાં 2 મહિનામાં હિંદુઓ વિરુદ્ધ અત્યાચારના ઓછામાં ઓછા 42 કેસ
Pakistan Hindu Girl : પાકિસ્તાનમાં ઇસ્લામકોટ થરપારકર નજીક બાબુહર હિંગોરજા ગામના કિનારે ગત રવિવારે રાતે હિન્દુ સમુદાય (Pakistan Hindu Girl)ની બે યુવતીઓના મૃતદેહ એક ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, મૃતક યુવતીઓના નામ હેમા અને વેન્ટી છે, જેમની ઉંમર 15 થી 17 વર્ષની વચ્ચે છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને ભયનો માહોલ સર્જાયો છે.
બંને યુવતી ઝાડ પર લટકતી જોવા મળી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પીડિતાના પરિવારે તેમને કહ્યું કે છોકરીઓ ખેતરમાં કામ કરવા ગઈ હતી જ્યારે ઘરના અન્ય લોકો કામમાં વ્યસ્ત હતા. તેમણે જણાવ્યું કે લગભગ અડધા કલાક પછી તેમને માહિતી મળી કે બંને બહેનો ઝાડ પર લટકતી જોવા મળી છે.
આ પણ વાંચો----Pakistan માં પ્રચંડ રિમોટ બ્લાસ્ટ, 5 સ્કૂલના બાળકો સહિત 7 લોકોના મોત
બહેનોની સગાઈ કથિત રીતે બે વર્ષ પહેલા થઈ હતી
માતા-પિતાએ પોલીસને જણાવ્યું કે બંને બહેનોને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. તેમની ત્રીજી બહેન પણ ચાર વર્ષ પહેલાં આત્મહત્યા કરીને મૃત્યુ પામી હતી. ગ્રામજનોએ સ્થાનિક પત્રકારોને જણાવ્યું કે આ પરિવાર ગામથી દુર અલગ રહેતો હતો. પરિવારમાં કોઇ વિવાદ કે સમસ્યા ન હતી. બહેનોની સગાઈ કથિત રીતે બે વર્ષ પહેલા થઈ હતી.
પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર
વોઈસ ઓફ પાકિસ્તાન માઈનોરિટીના એક રિપોર્ટ અનુસાર, 2023ના પહેલા બે મહિનામાં પાકિસ્તાનમાં પ્રાદેશિક ન્યૂઝ ચેનલો પર હિંદુઓ વિરુદ્ધ અત્યાચારના ઓછામાં ઓછા 42 કેસ સામે આવ્યા છે. જેમાં અપહરણ, સામૂહિક બળાત્કાર, બળજબરીથી ધર્મ પરિવર્તન અને મોબ લિંચિંગની ઘટનાઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં ધર્મ પરિવર્તન અને લગ્નના છ કેસ નોંધાયા હતા, જ્યારે ફેબ્રુઆરીમાં આવા પાંચ કેસ નોંધાયા હતા. તેમાંથી ઓછામાં ઓછા નવ કિસ્સાઓનો ઉલ્લેખ છે જેમાં હિંદુ પીડિતોના મૃતદેહ લટકતા જોવા મળ્યા હતા અને ઓછામાં ઓછા ચાર કેસ હત્યાના છે.
આ પણ વાંચો---Pakistan ની હવા બની ખતરનાક! NASA એ સેટેલાઇટ તસવીર શેર કરી