Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વરસાદી માહોલમાં સોનગઢના જંગલનું સૌંદર્ય સોળેકલાએ ખીલી ઉઠ્યું

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ તરફ જૂનાગઢ, તાપી, સુરેન્દ્રનગર, ડાંગ, પંચમહાલ, પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જોકે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો...
વરસાદી માહોલમાં  સોનગઢના જંગલનું સૌંદર્ય સોળેકલાએ ખીલી ઉઠ્યું

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ તરફ જૂનાગઢ, તાપી, સુરેન્દ્રનગર, ડાંગ, પંચમહાલ, પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જોકે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ સાથે અનેક ધોધ જીવંત બન્યા છે. આ તરફ સોનગઢના જંગલનું સૌંદર્ય સોળેકલાએ ખીલી ઉઠ્યું છે. તેવા દ્રશ્યો સર્જાયા છે.

Advertisement

તાપી જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ
ભારે વરસાદને કારણે દક્ષિણ સોનગઢના જંગલનું સૌંદર્ય સોળેકલાએ ખીલી ઉઠ્યું છે. જંગલ વિસ્તારોમાં નાના-મોટા ઝરણા, ધોધ ફરી વહેતા થયા. સોનગઢનો ચીમેર ગામમાં આવેલો ચિમેર ધોધ જીવંત થયો છે. સોળેકલાએ ખીલી ઉઠતા પ્રકૃતિનું અલૌકિક રૂપ જોવા મળ્યું છે. મહત્વનું છે કે, અહીં સુરત, બરોડા, દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓ ધોધ નિહાળવા આવે છે.

Advertisement


તાપી જિલ્લામાં સૌથી વધુ વાલોડમાં વરસાદ
આ સાથે તાપી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વાલોડમાં વરસાદ પડ્યો છે. આ સાથે વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ તરફ ભારે વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે.

Advertisement

ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ
ડાંગ જિલ્લામાં પાણ મેઘમહેર યથાવત છે. ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ. અહીં અંબિકા, પૂર્ણા તેમજ ખપારી નદી બે કાંઠે વહેતી થઈ છે. મહત્વનું છે કે, જિલ્લાના વઘઈ તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે.

સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં ભારે વરસાદ
આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. અહીં વરસાદને પગલે માર્ગો પર તોતિંગ વૃક્ષો ધરાશાઈ થાય તો વરસાદને પગલે અનેક ગામ ને જોડતો રસ્તો બંધ થયો છે. લખતર થી પાટડી જવાનો માર્ગ વૃક્ષો ધરાશાઈ થવાથી બંધ થયો છે. આ તરફ હવે માર્ગો પર ધરાશાઈ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

આપણ  વાંચો-રાજ્યમાં આજે પણ અતિ ભારે વરસાદની આગાહી 

Tags :
Advertisement

.