Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Big News : રાજ્યના જેલ કર્મીઓને રાજ્ય સરકારે આપી દિવાળી ગિફ્ટ...!

રાજ્યના જેલકર્મીઓ માટે મોટા સમાચાર જેલકર્મીઓના ભથ્થામાં કરાયો વધારો જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં વધારો જેલ સહાયકને રૂ.3500 ભથ્થું ચૂકવાશે હવાલદારને 4500, સુબેદારને 5000 ભથ્થું જેલ સિપાઈને રૂ.4000 ભથ્થું ચૂકવાશે ફિક્સ પગારના જેલસહાયકને 665 રજા પગાર વોશંગ અલાઉન્સ રૂ.500 ચૂકવવા નિર્ણય...
02:32 PM Nov 11, 2023 IST | Vipul Pandya

રાજ્યના જેલકર્મીઓ માટે મોટા સમાચાર
જેલકર્મીઓના ભથ્થામાં કરાયો વધારો
જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં વધારો
જેલ સહાયકને રૂ.3500 ભથ્થું ચૂકવાશે
હવાલદારને 4500, સુબેદારને 5000 ભથ્થું
જેલ સિપાઈને રૂ.4000 ભથ્થું ચૂકવાશે
ફિક્સ પગારના જેલસહાયકને 665 રજા પગાર
વોશંગ અલાઉન્સ રૂ.500 ચૂકવવા નિર્ણય

દિવાળીના તહેવારોમાં જ રાજ્ય સરકારે રાજ્યના જેલ વિભાગના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે જેલ કર્મીઓના ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણયથી જેલના કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

દિવાળી પર્વમાં આનંદનો આવકાર થાય તેવો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરીને તેમના ઘરે દિવાળી પર્વમાં આનંદનો આવકાર થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ગ-૩ના કર્મચારીઓ માટે જે તા.૨૯.૦૮.૨૦૨૨ થી મંજૂર થયેલ તેજ ધોરણે તે તારીખ થી લાભ આપવામાં આવશે

જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં નીચે મુજબનો વધારો લાગુ થશે :
જેલ સહાયક - રૂ.૩૫૦૦/- , અગાઉ ન હતું
સિપાઈ - રૂ.૪૦૦૦/-, અગાઉ ૬૦ રૂ હતું
હવાલદાર - રૂ.૪૫૦૦/-, અગાઉ ૬૦ રૂ હતું
સુબેદાર - રૂ.૫૦૦૦/- અગાઉ ૬૦ રૂ હતું

▪️ફીક્સ પગારના જેલ સહાયકોને રૂ.૧૫૦/- લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને રૂ.૬૬૫/- રજા પગાર ચુકવવામાં આવશે.

▪️જેલ પ્રભાગના વર્ગ-૩ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂ.૨૫/-માં વધારો કરીને રૂ.૫૦૦/- ચુકવવામાં આવશે.

આ પણ વાંચો----AMRELI : બાબરામાં કાળી ચૌદશના પર્વે 2 નિર્દોષ પશુની બલી

Tags :
Allowancebreaking newsGujaratJAIL STAFF
Next Article