Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Biparjoy Cyclone ને લઇ કૃષિ વિભાગે 240 કરોડનું રાહત પેકેજ કર્યું જાહેર, જાણો શું કહ્યું કૃષિ મંત્રીએ

બિપોરજોય વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેેલ દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં ખેડૂતોને પિયત તેમજ બાગાયતી પાકનાં નુકશાન માટે રૂા. 240 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું. આ પેકેજની...

બિપોરજોય વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેેલ દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં ખેડૂતોને પિયત તેમજ બાગાયતી પાકનાં નુકશાન માટે રૂા. 240 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું. આ પેકેજની વિસ્તૃત વિગતો આપતા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં ચાલુ વર્ષે જૂન માસમાં ત્રાટકેલા “બિપરજોય” વાવાઝોડાના કારણે કૃષિ તેમજ બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયેલ છે.જેમાં મુખ્યત્વે કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં અસર થઈ છે.કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં અંદાજીત ૧ લાખ ૩૦ હજાર હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી પાકોને અસર થઇ છે તેમજ ખૂબ મોટી સંખ્યામાં ફળઝાડ પડી જવાથી આંશિક કે સંપૂર્ણ નાશ પામ્યા છે.

Advertisement

આ પણ વાંચો : Banaskantha : વાવના MLA Geniben Thakor ની દારૂબંધી મુદ્દે બે મોંઢાની વાત, જુઓ Video

Advertisement
Tags :
Advertisement

.