Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Thailand : પોતાના જ દત્તક પુત્ર સાથે રોમાન્સ માણતી રાજનેતા...!

Thailand : થાઇલેન્ડ (Thailand) ની 45 વર્ષીય મહિલા નેતા પોતાના જ દત્તક પુત્ર સાથે બેડ પર કઢંગી હાલતમાં ઝડપાતા થાઇલેન્ડમાં આ વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. મહિલા રાજનેતાના પતિએ જ તેને રંગેહાથે પત્ની અને દત્તક પુત્રને બેડ પર ઝડપી લીધા...
thailand   પોતાના જ દત્તક પુત્ર સાથે રોમાન્સ માણતી રાજનેતા
Advertisement

Thailand : થાઇલેન્ડ (Thailand) ની 45 વર્ષીય મહિલા નેતા પોતાના જ દત્તક પુત્ર સાથે બેડ પર કઢંગી હાલતમાં ઝડપાતા થાઇલેન્ડમાં આ વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. મહિલા રાજનેતાના પતિએ જ તેને રંગેહાથે પત્ની અને દત્તક પુત્રને બેડ પર ઝડપી લીધા હતા.

Advertisement

પથારીમાં વાંધાજનક હાલતમાં મળી

મળતી માહિતી મુજબ થાઇલેન્ડની 45 વર્ષની પ્રાપાપોર્ન નામની મહિલા રાજનેતા પોતાના જ 24 વર્ષીય પુત્ર ફરા મહા સાથે પથારીમાં વાંધાજનક હાલતમાં મળી હતી. ફરા મહા આ મહિલાનો દત્તક પુત્ર છે અને તે સાધુ પણ છે. બંને વચ્ચે ઘણા સમયથી અફેર હોવાની શંકા પ્રાપાપોર્નના પતિને હતી.

Advertisement

પ્રાપાપોર્ન અને દત્તક પુત્ર ફરા મહા કઢંગી હાલતમાં ઝડપાયા

મહિલાના પતિને શંકા જતાં તે એક દિવસ ઘેર પહોંચ્યો હતો જ્યાં તેની પત્ની પ્રાપાપોર્ન અને દત્તક પુત્ર ફરા મહા કઢંગી હાલતમાં ઝઢપાયા હતા. ફરા મહાને એક વર્ષ પહેલા જ પ્રાપાપોર્ન અને તેના પતિએ દત્તક લીધો હતો. મહિલાનો પતિ 64 વર્ષનો છે.

પતિએ જ દત્તક પુત્ર સાથેના અફેરનો ભાંડો ફોડ્યો

પ્રાપાપોર્ન સેન્ટ્રલ થાઇલેન્ડના મહિલા રાજનેતા છે અને લોકલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ડેમોક્રેટીક પાર્ટીના પણ સભ્ય છે. તેમના પતિએ જ દત્તક પુત્ર સાથેના અફેરનો ભાંડો ફોડી દેતાં પાર્ટીએ પ્રાપાપોર્નને સસ્પેન્ડ કરી દીધા છે.

થાઇલેન્ડમાં ચર્ચા

જો કે 45 વર્ષીય મહિલા રાજનેતાના 24 વર્ષીય દત્તક પુત્ર સાથેના અફેરની ચર્ચાએ હાલતો થાઇલેન્ડમાં ચર્ચાએ વેગ પકડ્યો છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

આ પણ વાંચો------- Colombia: ચોરીની એક અજીબ વારદાત, સપને પણ ના વિચાર્યું હોય તેવી વસ્તુની ચોરાઈ!

આ પણ વાંચો------- સેક્સ ડોલના કારણે ઝડપાયો ખૂની, કોર્ટે ફટકારી 50 વર્ષની સજા

આ પણ વાંચો------- Russian Girl Viral Video: ભારતીય પાસપોર્ટ અધિકારીએ કહ્યું, ભારત આવે ત્યારે મને ફોન કરજે…!

આ પણ વાંચો------

Tags :
Advertisement

.

×