Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આતંકીનો લવ જેહાદ : હિન્દુ યુવતીને ધર્માંતરણ કરાવી શાહનવાઝે કર્યા નિકાહ

દિલ્હી પોલીસે સોમવારે ISIS સાથે સંકળાયેલા આતંકીને ઝડપી મોટી સફળતા મેળવી છે. આતંકી શાહનવાઝના માથે 3 લાખ રૂપિયાનું ઈનામ હતું. આ વર્ષે જુલાઈમાં પણ શાહનવાઝ મહારાષ્ટ્રના પુણેથી પોલીસની કસ્ટડીમાંથી ભાગી છૂટયો હતો. વિદેશમાં બેઠેલા આતંકી વિચારધારા વાળા માસ્ટરોએ શાહનવાઝને ભારતમાં...
આતંકીનો લવ જેહાદ   હિન્દુ યુવતીને ધર્માંતરણ કરાવી શાહનવાઝે કર્યા નિકાહ

દિલ્હી પોલીસે સોમવારે ISIS સાથે સંકળાયેલા આતંકીને ઝડપી મોટી સફળતા મેળવી છે. આતંકી શાહનવાઝના માથે 3 લાખ રૂપિયાનું ઈનામ હતું. આ વર્ષે જુલાઈમાં પણ શાહનવાઝ મહારાષ્ટ્રના પુણેથી પોલીસની કસ્ટડીમાંથી ભાગી છૂટયો હતો. વિદેશમાં બેઠેલા આતંકી વિચારધારા વાળા માસ્ટરોએ શાહનવાઝને ભારતમાં ISISના સ્લીપર સેલ બનાવવાનું કામ સોંપ્યું હતું, જે તે ખૂબ જ સારી રીતે કરી પણ રહ્યો હતો. આ આતંકી શાહનવાઝે એક હિન્દુ યુવતીને ધર્માંતરણ કરાવી ઈસ્લામ બનાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. આતંકી આમ તો વ્યવસાયે એન્જિનિયર હતો, પરંતુ તેણે આતંકવાદનો માર્ગ અપનાવ્યો હતો.

Advertisement

શાહનવાઝે હિન્દુ યુવતીને ધર્માંતરણ કરાવી કર્યા નિકાહ

પ્રાપ્ત થતી માહિતી અનુસાર શાહનવાઝ મૂળ ઝારખંડના હજારીબાગનો રહેવાસી છે. તેણે ગાઝિયાબાદની વિશ્વેશ્વરૈયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી માઇનિંગ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. હાલ મળેલી માહિતી મુજબ શાહનવાઝે હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા છે. તેમની પત્નીનું નામ બસંતી પટેલ છે જેઓ મૂળ ગુજરાતના હોવાનું કહેવાય છે. શાહનવાઝે પહેલા બસંતીને ઇસ્લામ કબૂલ કરાવ્યો અને પછી તેની સાથે લગ્ન કર્યા. લગ્ન પછી બસંતીને નવું ઇસ્લામિક નામ 'મરિયમ' આપવામાં આવ્યું હતું.

Advertisement

પૂણેમાં ISIS માટે સ્લીપરસેલ તૈયાર કરતો હતો આતંકી

એન્જિનિયરિંગની ડિગ્રી પૂરી કર્યા પછી શાહનવાઝ પુણે ગયો, ત્યાં તેણે ISISના માટે સ્લીપર સેલ તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. તેની ગેંગના તમામ સભ્યો બોમ્બ બનાવતા હતા અને નજીકના જંગલોમાં જઈને તેનું પરીક્ષણ કરતા હતા. શાહનવાઝની ગેંગને બ્લાસ્ટનું કાવતરું કરવા માટે ચોરીની બાઇકની જરૂર હતી. શાહનવાઝ સાથે આ નેટવર્ક સાથે સંકળાયેલા ઈમરાન અને યુસુફને જુલાઈ 2023માં બાઇક ચોરવાના મિશન પર મોકલવામાં આવ્યા હતા પરંતુ પોલીસના હાથે આ બધા આતંકીઓ ઝડપાઈ ગયા હતા, જોકે શાહનવાઝ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

Advertisement

આ દરમિયાન પોલીસે શરૂઆતમાં ઈમરાન અને યુસુફને નાના ચોર ગણ્યા હતા. પરંતુ, બાદમાં તેમનું ISIS સાથેનું કનેક્શન બહાર આવ્યું હતું. ત્યારપછી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને મહારાષ્ટ્ર ATSએ પણ આ કેસમાં તપાસ શરૂ કરી હતી જેમાં કોઢવા વિસ્તારમાં દરોડા પાડીને 7 લોકોની ધરપકડ પણ કરાઇ હતી. આ સમય દરમિયાન શાહનવાઝ અને તેના ત્રણ અન્ય ફરાર સાથીદારોના માથે 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. NIA શાહનવાઝની ધરપકડ કરવા માટે સઘન દરોડા પાડી રહી હતી. જો કે આ દરમિયાન આતંકી શાહનવાઝને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઝડપ્યો હતો.

બ્લાસ્ટ કરવાની પૂરી તૈયારીમાં હતા આતંકીઓ

શાહનવાઝના ઠેકાણામાંથી પોલીસને લોખંડની પાઇપ અને પ્લાસ્ટિકનું કેમિકલ મળી આવ્યું છે વધુમાં તેના મોબાઈલમાંથી વિસ્ફોટક બનાવવાની રીતો ઉપરનું સાહિત્ય પણ મળી આવ્યું છે. આ સાહિત્ય તેમને તેમના પાકિસ્તાની આકાઓએ મોકલ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ ધરપકડ કરાયેલા આરોપીઓ ભીડવાળી જગ્યાએ બ્લાસ્ટ કરીને વધુમાં વધુ જાનહાનિ કરવા માંગતા હતા. કેટલાક મોટા નામો પણ આ ગેંગના નિશાના પર હતા. આ તમામના ફંડિંગ સ્ત્રોત વિશે પણ પોલીસને માહિતી મળી છે. જોકે, પોલીસે આ મામલામાં ખુલ્લી માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો.

પોલીસ રિમાન્ડમાં આ મામલે વધુ મોટા ખુલાસા બહાર આવે તેવી સંભાવના

Delhi Police arrest NIA's 'most wanted' terrorist Shahnawaz, two aides

શાહનવાઝ સાથે ધરપકડ કરાયેલા અન્ય બે આરોપીઓના નામ મોહમ્મદ રિઝવાન અશરફ અને મોહમ્મદ અશરફ વારસી છે. મોહમ્મદ રિઝવાન અશરફની લખનૌથી જ્યારે અશરફ વારસીની મુરાદાબાદથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ત્રણેય આતંકવાદીઓ વ્યવસાયે એન્જિનિયર છે. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. અહીંથી ત્રણેયને 7 દિવસના કસ્ટોડિયલ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન આ તમામ પાસેથી વધુ કબૂલાતની અપેક્ષા છે.

આ પણ વાંચો --- INDIA-CANADA DISPUTE : 40 કેનેડિયન રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધી ભારત છોડી દેવા આદેશ

Tags :
Advertisement

.