Terrorist Sketch : આતંકીઓના સ્કેચ જાહેર કર્યા, સૂચના આપનારને મળશે લાખો રૂપિયા...
રિયાસી, કઠુઆ અને ડોડામાં થયેલા આતંકી હુમલા બાદ જમ્મુ પોલીસે ચાર આતંકીઓના સ્કેચ (Terrorist Sketch) જાહેર કર્યા છે. એવું માનવામાં આવે છે કે આ આતંકવાદીઓ ડોડા જિલ્લાના ભદરવાહ, થાથરી અને ગંડોહના ઉપરના વિસ્તારોમાં સક્રિય છે. જમ્મુ કાશ્મીર પોલીસે આ આતંકવાદીઓ વિશે માહિતી આપનારને ઇનામની જાહેરાત કરી છે. માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
20 લાખનું ઇનામ...
જમ્મુ અને કાશ્મીર પોલીસે તેમના X એકાઉન્ટ પર આ આતંકીઓના સ્કેચ (Terrorist Sketch) જાહેર કર્યા છે. દરેક આતંકવાદ વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. તેનો અર્થ એ છે કે જો કોઈ પોલીસને ચારેય આતંકવાદીઓ વિશે માહિતી આપશે તો તેને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
@JmuKmrPolice District Doda RELEASES SKETCHES OF (04) TERRORISTS WHO ARE ROAMING IN UPPER REACHES OF BHADERWAH, THATHRI, GANDOH AND INVOLVED IN TERROR RELATED ACTIVITIES. J&K POLICE ANNOUNCES A CASH REWARD OF Rs 5 LACS FOR providing the INFORMATION OF EACH TERRORIST pic.twitter.com/p0JyqbcQr2
— DISTRICT POLICE DODA (@dpododa) June 12, 2024
છેલ્લા ચાર દિવસમાં અનેક જગ્યાઓ પર એન્કાઉન્ટર...
તમને જણાવી દઈએ કે, છેલ્લા ચાર દિવસમાં જમ્મુ ડિવિઝનના અલગ-અલગ વિસ્તારોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણના મામલા પ્રકાશમાં આવ્યા છે. કઠુઆ હિરાનગરમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. બુધવારે જમ્મુના ડોડા જિલ્લાના કોટા ટોપમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. આ એન્કાઉન્ટરમાં કોન્સ્ટેબલ ફરીદ અહેમદ ઘાયલ થયો હતો.
રિયાસી હુમલા બાદ આતંકી ઘટનાઓમાં વધારો...
રિયાસી હુમલા બાદ આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. રવિવાર, 9 જૂને જમ્મુના રિયાસીમાં શિવખોડીથી પરત ફરી રહેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે 41 થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલા બાદ આતંકવાદી ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. કઠુઆ અને ડોડામાં આંતકી અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.
આ પણ વાંચો : Fire : ગાઝિયાબાદમાં ત્રણ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ, 2 બાળકો સહિત 5 ના મોત…
આ પણ વાંચો : Doda Terror Attack: જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓનો 4 હુમલો, એક પોલીસકર્મી ઘાયલ
આ પણ વાંચો : Pema Khandu News: અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદ પર પેમા ખાંડુ સતત 3 વાર ચાર્જ સંભાળશે