Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Telangana : એવું શું થયું કે PM સાથે વાત કરતા રડી પડ્યા MRPS ચીફ, જુઓ Video

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી આ મહિનાના અંતમાં થવાની છે જેને લઈને સતત ચૂંટણી રેલીઓ યોજાઈ રહી છે. જ્યા વડાપ્રધાન મોદી પણ આજે ચૂંટણી પ્રચાર માટે સિકંદરાબાદ પહોંચ્યા હતા. તેમણે અહીં અનુસૂચિત જાતિના સૌથી મોટા ઘટકોમાંના એક મડિગા સમુદાયની રેલીને સંબોધિત કરી...
telangana   એવું શું થયું કે pm સાથે વાત કરતા રડી પડ્યા mrps ચીફ  જુઓ video

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી આ મહિનાના અંતમાં થવાની છે જેને લઈને સતત ચૂંટણી રેલીઓ યોજાઈ રહી છે. જ્યા વડાપ્રધાન મોદી પણ આજે ચૂંટણી પ્રચાર માટે સિકંદરાબાદ પહોંચ્યા હતા. તેમણે અહીં અનુસૂચિત જાતિના સૌથી મોટા ઘટકોમાંના એક મડિગા સમુદાયની રેલીને સંબોધિત કરી હતી. આ રેલીને સંબોધતા પહેલા સ્ટેજ પર કઇંક એવું જોવા મળ્યું જે આજે ચર્ચાનો વિષય બની ગયું છે.

Advertisement

PM મોદીએ MRPS ચીફને ગળે લગાવ્યા

મંદા કૃષ્ણ મડિગાએ શનિવારે હૈદરાબાદના સિકંદરાબાદમાં વડાપ્રધાન મોદી સાથે સ્ટેજ શેર કર્યું હતું. આ દરમિયાન તેઓ બંને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. દરમિયાન સ્ટેજ પર, MRPS ચીફ મંદા કૃષ્ણા મડિગા ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા હતા. જે બાદ વડાપ્રધાન મોદીએ તેમને ગળે લગાવીને સાંત્વના આપી હતી. આ પછી મંદા કૃષ્ણાએ પોતાના આંસુ લૂછ્યા હતા. આ રેલીનું આયોજન મડિગા આરક્ષણ પોરાટા કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે આઝાદી પછી તમે દેશમાં ઘણી સરકારો જોઈ છે, અમારી સરકાર એવી છે કે જેની ટોચની પ્રાથમિકતા ગરીબોનું કલ્યાણ છે, વંચિતોને પ્રાથમિકતા આપે છે, ભાજપ જે મંત્ર પર કામ કરે છે તે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ છે અને સબકા પ્રયાસ છે.

Advertisement

કોંગ્રેસ પાર્ટી પર ટોણો માર્યો

Advertisement

તેમણે વધુમાં કહ્યું કે હું મડિગા સમુદાયના લોકોને કહીશ કે તમારે કોંગ્રેસથી એટલા જ સાવધ રહેવું જોઈએ જેટલા તમે BRS થી છો. BRS દલિત વિરોધી છે અને કોંગ્રેસ પણ આમાં ઓછી નથી. BRS એ નવા બંધારણની માંગ કરીને બાબા સાહેબનું અપમાન કર્યું અને કોંગ્રેસનો ઈતિહાસ પણ એવો જ છે. કોંગ્રેસને કારણે જ બાબા સાહેબને દાયકાઓ સુધી ભારત રત્ન આપવામાં આવ્યો ન હતો. આ રેલી રાજકીય રીતે મહત્વની છે. મડિગા સમુદાયના લોકો પર MRPSનો નોંધપાત્ર પ્રભાવ છે. વળી, તેલંગાણામાં અનુસૂચિત જાતિમાં મડિગા સમુદાયનો હિસ્સો સૌથી વધુ છે. આ લગભગ 60 ટકા છે. આટલું જ નહીં, રાજકીય નિષ્ણાતોનો એવો પણ દાવો છે કે રાજ્યની 20થી 25 વિધાનસભા સીટો પર પરિણામ નક્કી કરવામાં મડિગા સમુદાયની ભૂમિકા છે.

MRPSની સ્થાપના 1994માં થઈ હતી

વળી, 2014 માં મંદા સાથેની મુલાકાત પછી, ભાજપે તેના ઘોષણાપત્રમાં મંડિગા સમુદાયને વચગાળાનું અનામત આપવાનું વચન પણ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે MRPSની સ્થાપના જુલાઈ 1994માં આંધ્ર પ્રદેશના પરાકાસમ જિલ્લાના એદુમિડી ગામમાં મંદા કૃષ્ણ મડિગાના નેતૃત્વમાં કરવામાં આવી હતી. તેની સ્થાપનાનો હેતુ વચગાળાના અનામતનો અમલ કરવાનો હતો. જણાવી દઈએ કે તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થવાનું છે. તેલંગાણામાં ચૂંટણીની મતગણતરી 03 ડિસેમ્બરે થશે. આ પહેલા કોઈપણ પક્ષ ચૂંટણી પ્રચારમાં કોઈ કસર છોડવા માંગતો નથી.

આ પણ વાંચો - Abundance In Millets: PM મોદીએ લખેલું ગીત ‘એબન્ડન્સ ઈન મિલેટ્સ’ ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત

આ પણ વાંચો - Rajasthan : દૌસામાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારા પોલીસ કર્મી સામે લોકોનો ભારે રોષ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Tags :
Advertisement

.