Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Telangana: આજે રેવંત રેડ્ડી લેશે CMના શપથ, સમારોહમાં ભાગ લેવા સોનિયા-રાહુલ ગાંધી દિલ્હીથી રવાના થયા

આજે તેલંગાણા રાજ્યને તેના નવા મુખ્યમંત્રી મળશે. કોંગ્રેસ નેતા અનુમુલા રેવંત રેડ્ડી આજે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ માટે હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન બપોરે 1.04...
telangana  આજે રેવંત રેડ્ડી લેશે cmના શપથ  સમારોહમાં ભાગ લેવા સોનિયા રાહુલ ગાંધી દિલ્હીથી રવાના થયા

આજે તેલંગાણા રાજ્યને તેના નવા મુખ્યમંત્રી મળશે. કોંગ્રેસ નેતા અનુમુલા રેવંત રેડ્ડી આજે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ માટે હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન બપોરે 1.04 વાગ્યે 56 વર્ષીય નેતા રેવંત રેડ્ડીને સીએમ પદ અને ગોપનીયતાની શપથ લેવડાવશે.

Advertisement

રેવંત રેડ્ડી રાજ્યના બીજા મુખ્યમંત્રી બનશે

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં આંધ્રપ્રદેશથી અલગ થઈને તેલંગાણા એક અલગ રાજ્ય બન્યું હતું. તેલંગાણાની રચના થયા બાદ રેવંત રેડ્ડી રાજ્યના બીજા મુખ્યમંત્રી બનશે. તેઓ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર (કેસીઆર)નું સ્થાન ગ્રહણ કરશે. મીડિયા રિપોર્ટ મુજબ, કાંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્ય અને ગત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લુ ભટ્ટી વિક્રમ અરકા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.

Advertisement

સોનિયા-રાહુલ ગાંધી આપશે હાજરી

Advertisement

રેવંત રેડ્ડીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે કોંગ્રેસની સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીથી હૈદરાબાદ માટે રવાના થઈ ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, બપોર સુધી રેવંત સીએમ પદની શપથ લઈ શકે છે. આ સમારોહમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પણ હાજર રહી શકે છે.

જણાવી દઈએ કે, તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કેસીઆરની પાર્ટી બીઆરએસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રેવંત રેડ્ડીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ 64 બેઠકો પર જીત મેળવી છે અને રાજ્યમાં પહેલીવાર કાંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. તેલંગાણા કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીએ લોકોને તેમના શપથ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે 7 ડિસેમ્બરે 'જનતાની સરકાર'સત્તા સંભાળશે અને રાજ્યમાં લોકોને લોકતાંત્રિક ને પારદર્શી શાસન પ્રદાન કરશે.

આ પણ વાંચો- SUKHDEV SINGH GOGAMEDI : સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની મીડિયા સમક્ષ આવી કહી આ વાત

Tags :
Advertisement

.