ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

'India કી સબસે ખતરનાક જેલ મેં એક નયા જેલર આયા હૈ...' જુઓ 'Black Warrant' નું ધાંસુ Teaser

'સેક્રેડ ગેમ્સ' જેવી બ્લોકબસ્ટર સિરીઝ બનાવી ચૂકેલા વિક્રમાદિત્ય મોટવાની હવે 'બ્લેક વોરંટ' લઈને આવી રહ્યા છે...
07:36 PM Dec 19, 2024 IST | Vipul Sen
'સેક્રેડ ગેમ્સ' જેવી બ્લોકબસ્ટર સિરીઝ બનાવી ચૂકેલા વિક્રમાદિત્ય મોટવાની હવે 'બ્લેક વોરંટ' લઈને આવી રહ્યા છે...
featuredImage featuredImage
Black Warrant_Gujarat_first
  1. વિક્રમાદિત્ય મોટવાનીની આગામી વેબ સિરીઝ 'Black Warrant' નું ટીઝર રિલીઝ
  2. પીઢ અભિનેતા શશિ કપૂરનો પૌત્ર જહાન કપૂર લીડ રોલમાં દેખાશે
  3. તિહાડ જેલની ક્રૂર દુનિયાની વાર્તા જણાવતી વેબ સિરીઝ

જો તમે 'વેબ સિરીઝ' જોવાનાં શોખીન છો તો તમારા માટે એક સારા સમાચાર છે. મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'બ્લેક વોરંટ' (Black Warrant) નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. વિક્રમાદિત્ય મોટવાનીની (Vikramaditya Motwane) આ વેબ સિરીઝ 'બ્લેક વોરંટ' નાં ટીઝરમાં શશિ કપૂરનો પૌત્ર જહાન કપૂર લીડ રોલમાં જોવા મળશે. 'સેક્રેડ ગેમ્સ' જેવી બ્લોકબસ્ટર સિરીઝ બનાવી ચૂકેલા વિક્રમાદિત્ય મોટવાની હવે 'બ્લેક વોરંટ' લઈને આવી રહ્યા છે, જે તિહાડ જેલની વાર્તા પર આધારિત હોવાનું કહેવાઈ રહ્યું છે.

વેબ સિરીઝ 'બ્લેક વોરંટ' નાં ટીઝરમાં (Black Warrant Teaser) ઝહાન કપૂર (Jahaan Kapoor) એક શિખાઉ જેલરની ભૂમિકામાં છે જે તિહાર જેલની ક્રૂર દુનિયામાં ટકી રહેવાનો પ્રયાસ કરે છે. સુનીલ ગુપ્તા અને સુનેત્રા ચૌધરીનાં પુસ્તક 'બ્લેક વોરંટ : કન્ફેશન્સ ઓફ અ તિહાડ જેલર' પર આધારિત છે. આ વેબ સિરીઝની વાર્તા ભારતનાં સૌથી ભયંકર જેલરની વાર્તા છે.

આ પણ વાંચો - Pushpa 2 સ્ક્રીનિંગ દુર્ઘટના : Allu Arjun ના પિતા પીડિત પરિવારને મળ્યા

10 જાન્યુઆરી, 2025 થી Netflix પર જોવા મળશે

Netflix પર પ્રીમિયર થઈ રહેલી 'બ્લેક વોરંટ' નું ટીઝર શેર કરી ઈન્સ્ટાગ્રામ એપ પર કેપ્શન લખવામાં આવ્યું કે, 'ભારતની સૌથી ખતરનાક જેલમાં એક નવો જેલર આવ્યો છે'. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેબ સિરીઝની વાર્તા કેટલીક વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે. આ વેબ સિરીઝ 10 જાન્યુઆરી, 2025 થી નેટફ્લિક્સ પર ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો - Oscar 2025 ની રેસમાંથી 'Laapataa Ladies' બહાર, ભારતીય ચાહકો નિરાશ

જેલનાં જીવનનાં કડવા અને અનફિલ્ટર સત્યની ઝલક!

ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે, તિહાર જેલમાં (Tihar Jail) નવો જેલર ઝહાન કપૂર તેના સાથીઓની સલાહ પર કેવી રીતે મજબૂત બની રહેવા માટે સંઘર્ષ કરે છે. આ ટીઝરમાં જેલનાં જીવનનાં કડવા અને અનફિલ્ટર સત્યની ઝલક બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટીઝરમાં અભિનેતા રાહુલ ભટ્ટ પણ એક અધિકારીની ભૂમિકામાં જોવા મળે છે જે જેલને એક સર્કસ માને છે.

આ પણ વાંચો - Allu Arjun ફરી જેલમાં જશે? પોલીસના આ લેટરના કારણે વધી શકે છે મુશ્કેલી

Tags :
Anurag ThakurBlack WarrantBlack Warrant: Confessions of a Tihar JailerEnterttainment NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsJahaan KapoorNetflixNews In GujaratiParamveer Singh CheemaRahul BhattSacred GamesShashi Kapoor's grandsonSunetra ChoudharySunil GuptaTihar JailVikramaditya Motwane