Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Emerging Asia Cup માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ?

એશિયા કપ 2023 31 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ ટૂંક સમયમાં એશિયા કપ 2023ની તારીખોની જાહેરાત કરી શકે છે. તે જ સમયે, ACC મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2023 શ્રીલંકામાં 13-23 જુલાઈ દરમિયાન યોજાશે. ભારતીય...
emerging asia cup માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત  જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ
Advertisement

એશિયા કપ 2023 31 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ ટૂંક સમયમાં એશિયા કપ 2023ની તારીખોની જાહેરાત કરી શકે છે. તે જ સમયે, ACC મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2023 શ્રીલંકામાં 13-23 જુલાઈ દરમિયાન યોજાશે. ભારતીય પસંદગીકારોએ આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે.

જુનિયર ક્રિકેટ કમિટીએ કોલંબો, શ્રીલંકામાં 13 થી 23 જુલાઈ દરમિયાન રમાનારી આગામી ACC મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2023 માટે 15-સભ્યોની ભારત-A ટીમની પસંદગી કરી છે. આઠ એશિયન દેશો વચ્ચે રમાનારી આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં આયોજિત કરવામાં આવશે.

Advertisement

Advertisement

પાકિસ્તાનની ટીમનો પણ સામનો થશે
ભારત A ને નેપાળ, UAE A અને પાકિસ્તાન A સાથે ગ્રુપ Bમાં રાખવામાં આવ્યું છે. જ્યારે શ્રીલંકા A, બાંગ્લાદેશ A, અફઘાનિસ્તાન A અને ઓમાન Aને ગ્રુપ-Aમાં રાખવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. પ્રથમ સેમિફાઇનલ ગ્રુપ A ના ટોપર અને ગ્રુપ B ની બીજા સ્થાને રહેલી ટીમ વચ્ચે જ્યારે બીજી સેમિફાઇનલ 21 જુલાઈના રોજ ગ્રુપ B ના ટોપર અને ગ્રુપ A ની બીજા સ્થાને રહેલી ટીમ વચ્ચે રમાશે. ફાઈનલ 23 જુલાઈના રોજ યોજાશે.

યશ ધુલને કેપ્ટનશિપની જવાબદારી મળી
ભારતને અંડર-19 વર્લ્ડકપ અપાવનાર કેપ્ટન યશ ધુલને આ ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. અંડર-19 વર્લ્ડ કપમાં ભારતના આ યુવા બેટ્સમેન પર બધાનું ધ્યાન હતું. યશ ધુલે વર્લ્ડ કપ દરમિયાન 4 મેચમાં 229 રન બનાવ્યા હતા, જેમાં તેની એવરેજ 76થી વધુ હતી. યશ ધુલે અત્યાર સુધી 15 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 49.78ની એવરેજથી 1145 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 4 સદી અને 4 અડધી સદી પણ નીકળી છે.

ઇમર્જિંગ એશિયા કપ માટે ભારતીય ટીમ

સાઈ સુદર્શન, અભિષેક શર્મા (VC), નિકિન જોસ, પ્રદોષ રંજન પોલ, યશ ધૂલ (C), રિયાન પરાગ, નિશાંત સિંધુ, પ્રભસિમરન સિંહ (wk), ધ્રુવ જુરેલ (wk), માનવ સુથાર, યુવરાજ સિંહ ડોડિયા, હર્ષિત રાણા, આકાશ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, રાજવર્ધન હંગરગેકર.

સ્ટેન્ડબાય ખેલાડીઓઃ હર્ષ દુબે, નેહલ વાઢેરા, સ્નેલ પટેલ, મોહિત રેડકર

આપણ  વાંચો -

Tags :
Advertisement

.

×