Asia Cup ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની 10 વિકેટે આસાન જીત, શ્રીલંકાને તેના જ ઘરઆંગણે હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની ફાઈનલમાં શ્રીલંકાને તેની જ ધરતી પર હરાવી એશિયા કપ 2023 પોતાના નામે કરી લીધો છે. ટોસ જીતીને શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને પહેલા બોલિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. આ નિર્ણય શ્રીલંકા માટે ખરાબ સાબિત થયું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની પૂરી ટીમ માત્ર 50 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમને જીતવા માટે 51 રનની જરૂર હતી, જેને ટીમ ઈન્ડિયા માત્ર 6.1 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના હાસિંલ કર્યો હતો.
ભારતની રેકોર્ડબ્રેક જીત
શ્રીલંકા સામે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતે રેકોર્ડબ્રેક જીત નોંધાવીને ટાઈટલ જીતી લીધું છે. ભારતે 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચ 3 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી. ટોસ હારીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યા બાદ ભારતે શ્રીલંકાને 15.2 ઓવરમાં 50 રનમાં આઉટ કરી દીધી હતી. આ મેચમાં જીતનો હીરો મોહમ્મદ સિરાજ સાબિત થયો હતો. જેણે માત્ર 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી અને શ્રીલંકાને બેક ફૂટ પર ધકેલી હતી.
શ્રીલંકાના બેટ્સમેનોએ કર્યું ખરાબ પ્રદર્શન
કુસલ મેન્ડિસ (17) અને દુષણ હેમંથા (13*) એ સૌથી વધુ રન બનાવ્યા હતા જ્યારે પાંચ ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા. સિરાજે 6 વિકેટ પોતાના નામે કરી હતી જેમાંથી તેણે એક જ ઓવરમાં ચાર વિકેટ ઝડપી હતી. સિરાજે તેની બીજી અને ઓવરઓલ ચોથી ઓવરમાં ચાર વિકેટ લીધી હતી. આ સિવાય સિરાજે તેની ત્રીજી, ચોથી અને પાંચમી ઓવરમાં એક-એક વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહના હાથમાં એક વિકેટ આવી હતી. છેલ્લી ત્રણ વિકેટ હાર્દિક પંડ્યાના નામે હતી. શ્રીલંકાને 15.2 ઓવરમાં 50 રનમાં આઉટ કર્યા પછી ઓપનર શુભમન ગિલ (27) અને ઈશાન કિશન (23)ની મદદથી કોઈ વિકેટ ગુમાવ્યા વિના ટીમ ઈન્ડિયાએ 6.1 ઓવરમાં જીત મેળવી હતી.
ટોસ બાદ શ્રીલંકાના કેપ્ટને શું કહ્યું હતું ?
ટોસ જીત્યા બાદ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ કહ્યું, 'અમે પહેલા બેટિંગ કરીશું. વિકેટ સારી દેખાઈ રહી છે, બપોરે થોડો વળાંક આવશે. ગયા વર્ષે અમે આટલી ભીડ મેળવી શક્યા ન હતા પરંતુ આ વખતે અમે ખરેખર નસીબદાર છીએ. હું યુવાનો સાથે ખૂબ જ ખુશ છું - વેલેઝ, પાથિરાના, સમરવિક્રમા. આ એક સારી ટીમ છે અને તેના પરિણામો આવ્યા છે, તે વર્લ્ડ કપ માટે સારું પ્રોત્સાહન છે. ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો, તીક્ષ્ણાને બહાર કરી હેમંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રોહિતે શું કહ્યું હતું ?
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, 'અમે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હોત, પિચ સૂકી લાગે છે. શ્રીલંકાએ બોર્ડમાં જે કંઈપણ મૂક્યું છે, અમને તે હાંસલ કરવાનો વિશ્વાસ છે. બોલ સાથે આક્રમક બનવાની અને સપાટી શું આપી શકે છે તે જોવાની આ સારી તક છે. અમે છેલ્લી ગેમમાં ખરેખર નજીક આવ્યા હતા, આ સપાટી પર 240 સારી છે. આજે અમારું કામ બોલથી સારું પ્રદર્શન કરવાનું છે અને પછી જોવાનું છે કે અમે બેટથી શું કરી શકીએ છીએ. ભીડ શાનદાર હતી, બંને ટીમોને સારો સપોર્ટ મળ્યો.
આ પણ વાંચો - Asia Cup Final : શ્રીલંકા માત્ર 50 રન પર ઓલ આઉટ, ટીમ ઈન્ડિયાના બોલરોનો જોવા મળ્યો દબદબો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે