Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આયર્લેન્ડ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડી બન્યો ટીમનો કેપ્ટન

ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ બાદ આયર્લેન્ડના પ્રવાસે જવાની છે. ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે 3 મેચની T20 સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયા અને આયર્લેન્ડ વચ્ચે 18, 20 અને 23 ઓગસ્ટે T20 સિરીઝની મેચો રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પ્રવાસ...
આયર્લેન્ડ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત  આ ખેલાડી બન્યો ટીમનો કેપ્ટન
ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ બાદ આયર્લેન્ડના પ્રવાસે જવાની છે. ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે 3 મેચની T20 સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયા અને આયર્લેન્ડ વચ્ચે 18, 20 અને 23 ઓગસ્ટે T20 સિરીઝની મેચો રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસ માટે નવા કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવી છે.
આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
આ  ઘાતક ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) આયર્લેન્ડ પ્રવાસ પર રમતા જોવા મળશે. આ પ્રવાસ માટે તેને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. બુમરાહે અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. આ પ્રવાસ બાદ એશિયા કપ 2023 પણ રમાવાનો છે. જેના કારણે ભારતની યુવા ટીમ આ પ્રવાસમાં રમતી જોવા મળશે.

Advertisement

મહિનાઓ બાદ જસપ્રીત બુમરાહની વાપસી
ટીમ ઈન્ડિયાનો ઘાતક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝ બાદથી મેદાનની બહાર છે. પીઠની ઈજાને કારણે જસપ્રિત બુમરાહે માર્ચમાં ક્રાઈસ્ટચર્ચ, ન્યુઝીલેન્ડમાં સર્જરી પણ કરાવી હતી. ત્યારથી તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. આ વર્ષે ટીમ ઈન્ડિયા એશિયા કપ અને વનડે વર્લ્ડ કપ પણ રમવાની છે. એવામાં જસપ્રિત બુમરાહની વાપસી ટીમ માટે એક સારા સમાચાર છે.
આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમ
જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, ફેમસ ક્રિષ્ના, અર્શદીપ. સિંઘ, મુકેશ કુમાર, અવેશ ખાન.
Tags :
Advertisement

.