Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Teachers Transfers : શિક્ષકો માટે મહત્ત્વનાં સમાચાર, વધઘટ-જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર

શિક્ષકોની બદલીઓને લઈને મહત્ત્વનાં સમાચાર વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે રાજ્યમાં શિક્ષકોની બદલીઓને (Teachers Transfers) લઈને મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. જે...
09:52 PM Aug 16, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1. શિક્ષકોની બદલીઓને લઈને મહત્ત્વનાં સમાચાર
  2. વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર
  3. જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે

રાજ્યમાં શિક્ષકોની બદલીઓને (Teachers Transfers) લઈને મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે અને આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. જ્યારે 24 થી 28 ઓગસ્ટ સુધી કેમ્પની પૂર્વ તૈયારીઓ થશે.

આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની મુલાકાતે

આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો 1 થી 22 સપ્ટેમ્બર સુધી

રાજ્યમાં શિક્ષકોની બદલી કેમ્પ (Teachers Transfers) અંગે શિક્ષણ વિભાગ દ્વારા તારીખોની જાહેરાત કરવામાં આવી છે. માહિતી મુજબ, શિક્ષકોની વધઘટ અને જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે. આ માટે 24 થી 28 ઓગસ્ટ સુધી કેમ્પની પૂર્વ તૈયારી કરવામાં આવશે. જ્યારે આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી રહેશે.

આ પણ વાંચો - Gujarat Politics : BJP નાં વધુ એક પત્રિકા કાંડે ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચાવ્યો! નેતાઓ પર ગંભીર આક્ષેપ

બીજો તબક્કો 28 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી

શિક્ષણ વિભાગનાં (Department of Education) પરિપત્ર મુજબ, બીજો તબક્કો 28 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી યોજાશે. વધઘટ બદલી કેમ્પની વાત કરીએ તો 20 થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાશે. માહિતી મુજબ, જિલ્લા આંતરિક બદલી બીજા તબક્કા માટે પૂર્વ તૈયારીઓ 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન થશે. જણાવી દઈએ કે, શિક્ષણ વિભાગે બદલીઓ સંદર્ભે વિગતવાર પરિપત્ર જાહેર કર્યો છે.

આ પણ વાંચો - Surat : 15 ઓગસ્ટ પહેલા SOG ને મળી હતી મોટી સફળતા, શહેર પો. કમિશનરે ખુદ આપી ચોંકાવનારી માહિતી!

Tags :
Gujarat FirstGujarati NewsTeachers Gujarat Education BoardTeachers Internal District TransfersTeachers TransfersVaghat Badli Camp
Next Article