Tapi : ગમખ્વાર અકસ્માત! સિનોદ ગામની સીમમાં લક્ઝરી બસ પલટી, મહિલાનું મોત, 18 ઘવાયા
- Tapi જિલ્લાની બોર્ડર પર ખાનગી કંપનીની લક્ઝરી બસ પલટી
- અકસ્માતમાં એક મહિલાનું મોત, 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં
- શ્રીનાથ કંપનીની બસ મહારાષ્ટ્ર તરફથી અમદાવાદ આવી રહી હતી
Tapi : જિલ્લાની બોર્ડ પર ખાનગી કંપનીની લક્ઝરી બસને ગોઝારો અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં બસમાં સવાર એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 18 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. શ્રીનાથ કંપનીની બસ મહારાષ્ટ્ર (Maharashtra) તરફથી અમદાવાદ આવી રહી હતી. દરમિયાન, સિનોદ ગામની સીમમાં બસ પલટી મારી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Valsad : મોડી રાતે કપરાડા નજીક કુંભ ઘાટ ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો! મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ પલટી
લકઝરી બસનાં અકસ્માતમાં એક મહિલાનું મોત, 18 ઘવાયા
તાપી જિલ્લાની (Tapi) બોર્ડર પર શ્રીનાથ કંપનીની (Srinath Trawels Company) લક્ઝરી બસ પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, શ્રીનાથ કંપનીની લક્ઝરી બસ મહારાષ્ટ્રથી અમદાવાદ (Ahmedabad) આવી રહી હતી. બસમાં 30 મુસાફરો સવાર હતા. દરમિયાન, લકઝરી બસ પલટી મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 18 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતક મહિલાનું માથું ઘડથી અલગ થયું હતું.
આ પણ વાંચો - Bopal Murder Case : MICA નાં વિદ્યાર્થીની હત્યા મામલે પોલીસે ફરાર આરોપીનો સ્કેચ જારી કર્યો
બસચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, સોનગઢ (Songadh) તાલુકાનાં સિનોદ ગામની સીમમાં બસચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી મારી હતી. અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે પોલીસે આગળની તપાસ આદરી છે.
આ પણ વાંચો - khyati Hospital કાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસા...