Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tamil Nadu: બે શાળાઓને મળી બોમ્બની ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

Tamil Nadu: ભારતના તમિલનાડુ રાજ્યની બે શાળાઓને બોમ્બની ધમકીઓ મળી હતી. નોંધનીય છે કે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કારણે વિદ્યાર્થીઓ, સ્ટાફ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. શાળાઓની ઓળખ કોઈમ્બતુરમાં PSBB મિલેનિયમ સ્કૂલ અને કાંચીપુરમ જિલ્લામાં એક ખાનગી શાળા તરીકે કરવામાં...
tamil nadu  બે શાળાઓને મળી બોમ્બની ધમકી  પોલીસે તપાસ હાથ ધરી

Tamil Nadu: ભારતના તમિલનાડુ રાજ્યની બે શાળાઓને બોમ્બની ધમકીઓ મળી હતી. નોંધનીય છે કે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કારણે વિદ્યાર્થીઓ, સ્ટાફ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. શાળાઓની ઓળખ કોઈમ્બતુરમાં PSBB મિલેનિયમ સ્કૂલ અને કાંચીપુરમ જિલ્લામાં એક ખાનગી શાળા તરીકે કરવામાં આવી હતી.

Advertisement

સોમવારે સવારે ફેક કોલ આપવામાં આવ્યો હતો

ઉલ્લેખની છે કે, PSBB મિલેનિયમ સ્કૂલને રવિવારે રાત્રે એક ઈમેલ મળ્યો હતો, જ્યારે બીજી સ્કૂલને સોમવારે સવારે ફેક કોલ આપવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તરત જ PSBB મિલેનિયમ સ્કૂલ પહોંચી અને તપાસ શરૂ કરી. પરંતુ અધિકારીઓ કોઈ વિસ્ફોટક શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. આ કોલ ફેક હોય તેવી ચર્ચા પણ ચાલી રહીં છે.

વધું વિગતો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી

PSBB મિલેનિયમ સ્કૂલની બહાર શૂટ કરાયેલ એક વીડિયોમાં પોલીસ કર્મચારીઓ લોકોને પૂછપરછ કરતા બતાવે છે જ્યારે ખાલી સ્કૂલ બસો કેમ્પસમાં પ્રવેશ કરે છે. આ મેલ કોણે મોકલ્યો અને ફેક કોલ કોણે કર્યો તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં ધોરણ 11ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી પોલીસે શાળાઓને વધારાની સુરક્ષા પુરી પાડી છે. સંપૂર્ણ તપાસ કર્યા વિના કોઈને પણ પરિસરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

Advertisement

PSBB મિલેનિયમ સ્કૂલ પહોંચી અને તપાસ શરૂ કરી હતી

નોંધનીય છે કે, આ અંગે પોલીસને જાણ થતા જ તેઓ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તરત જ PSBB મિલેનિયમ સ્કૂલ પહોંચી અને તપાસ શરૂ કરી હતી. જોકે, પોલીસને ઘટના સ્થળેથી કઈ પણ મળ્યું નહોતું, જેથી આ કોલ અને ઈમેઈલ ફેક હોવાની ચર્ચાઓ ચાલી રહીં છે. જો કે, આ અંગે પોલીસ દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી.

આ પણ વાંચો: Gurugram Restaurant: માઉથ ફ્રેશનર ખાધા બાદ 5 લોકોના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું

Advertisement
Tags :
Advertisement

.