Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

T20 WC 2024 IND Vs PAK : ભારત-પાકિસ્તાન મેચની ટિકિટના ભાવ પહોંચ્યા આસમાને

T20 WC 2024 IND Vs PAK : આવતા મહિનાની 2 જૂનથી વર્લ્ડ કપની શરૂઆત થવાની છે. ત્યારે આ માટે લગભગ તમામ ટીમોની સ્ક્વોડ (Squads) ની જાહેરાત કરવામાં આવી છે. જો કે કેટલીક ટીમોની જાહેરાત થવાની બાકી છે, પરંતુ ચાહકો સૌથી વધુ...
09:55 PM May 04, 2024 IST | Hardik Shah
IND Vs PAK Ticket Price Hike

T20 WC 2024 IND Vs PAK : આવતા મહિનાની 2 જૂનથી વર્લ્ડ કપની શરૂઆત થવાની છે. ત્યારે આ માટે લગભગ તમામ ટીમોની સ્ક્વોડ (Squads) ની જાહેરાત કરવામાં આવી છે. જો કે કેટલીક ટીમોની જાહેરાત થવાની બાકી છે, પરંતુ ચાહકો સૌથી વધુ T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન (India vs Pakistan) મેચની રાહ જોઈ રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચ ICC ની હાઈ વોલ્ટેજ મેચ (High Voltage Match) છે.

આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન

જણાવી દઇએ કે, ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે અને આ વખતના T20 વર્લ્ડ કપમાં પણ ચાહકો ભારત-પાકિસ્તાનની ટક્કરની રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો 9 જૂને સામસામે ટકરાશે. આ મેચ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જેના માટે ચાહકો પહેલેથી જ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ ખરીદી રહ્યા છે. સ્થિતિ એ છે કે મેચની ટિકિટો હવે બમણા ભાવે વેચાઈ રહી છે. અહેવાલો અનુસાર, ટિકિટ જે અગાઉ 1300 ડોલર (લગભગ 1.08 લાખ)માં ઉપલબ્ધ હતી. હવે ચાહકો એક જ ટિકિટ માટે 2500 ડૉલર (લગભગ 2.08 લાખ) કરતાં વધુ ખર્ચ કરી રહ્યાં છે.

ન્યુયોર્કમાં હોટલના ભાડા આસમાને

જણાવી દઈએ કે પાકિસ્તાન કરતા વધુ NRI અમેરિકામાં રહે છે. આવી સ્થિતિમાં ટિકિટની માંગ વધારે છે તે વાજબી છે. બંને દેશોના ચાહકો અમેરિકામાં આ મેચનો આનંદ માણશે. આ સાથે ન્યુયોર્કમાં હોટલના ભાડા પણ આસમાને છે. ન્યૂયોર્કની હોટલોમાં એડવાન્સ બુકિંગ 7 ગણું વધી ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે T20 વર્લ્ડ કપની શરૂઆતની મેચના દિવસે એક રૂમનું ભાડું અંદાજે 10 હજાર રૂપિયા છે. જ્યારે ભારત-પાક મેચના દિવસે ચાહકો હોટલના રૂમનું ભાડું 70 હજાર રૂપિયા ચૂકવી રહ્યા છે.

T20 WCમાં ભારતનો હાથ ઉપર

T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું છે. બંને દેશો વચ્ચે રમાયેલી 8માંથી 6 મેચ ભારતે જીતી છે. જ્યારે પાકિસ્તાને એક મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. પાકિસ્તાને 2021માં T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું, પરંતુ આ પછી ભારત ફરી જીતના પાટા પર આવી ગયું હતું. 2022 T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પાકિસ્તાનથી મેચ ખેંચીને ભારતીય ચાહકોને જીતની ભેટ આપી હતી. આ વખતે પણ ભારતીય ચાહકો કોહલી અને ટીમ ઈન્ડિયા પાસેથી એવી જ અપેક્ષા રાખી રહ્યા છે.

 આ પણ વાંચો - RCB VS GT : શું ગુજરાતના PRINCE શુભમન ગિલ લેશે RCB ના KING KOHLI સાથે ગઈ મેચનો બદલો?

 આ પણ વાંચો - વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી, કેપ્ટનનું નામ ચોંકાવી દેશે

Tags :
Babar Azamcricket world cup 2024High Voltage Matchicc world cup 2024IND vs PAKmatch ticketrohit sharmaShadab KhanT20 wc 2024T20 WC 2024 IND Vs PAKT20-World-Cup-2024Virat KohliWorld CupWorld Cup 2024
Next Article