T-33 Tunnel ને આખરી ઓપ આપી, કાશ્મીરની ખીણ ટ્રેનમાંથી બેસીને નિહાળો
- આ ટ્રાયલ સાંગલાદાનથી રિયાસી સુધી યોજવામાં આવી
- કટરાથી રિયાસી રૂટ સુધી Trainની ટ્રાયલ હાથ ધરવામાં આવી
- દેશભરના લોકો Trainમાં બેસીને Kashmirની મજા માણી શકશે
T-33 Tunnel Anji Khad Cable Bridge : Kashmir ને રેલના માધ્યમથી ભારત દેશના અન્ય રાજ્યો સાથે જોડવાનું સપનું ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ સંદર્ભે કટરાથી રિયાસી સુધીના માર્ગ પર બાકી રહેલી છેલ્લી T-33 Tunnel નું કામ પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ વખત કટરાથી રિયાસી રૂટ સુધી Trainના એન્જિન અને ગુડ્સ Trainની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી.
આ ટ્રાયલ સાંગલાદાનથી રિયાસી સુધી યોજવામાં આવી
ઉલ્લેખનીય છે કે, વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ ચિનાબ રેલિવા બ્રિજનું કામ પૂર્ણ થયા પછી, ત્યાં ટ્રાયલ લેવામાં આવી હતી. આ ટ્રાયલ સાંગલાદાનથી રિયાસી સુધી યોજવામાં આવી હતી. જેમાં એક Train પણ દોડાવવામાં આવી હતી. પરંતુ T-33 Tunnel ના નિર્માણમાં મુશ્કેલીઓના કારણે Train કટરાથી રિયાસી સુધી જઈ શકી ન હતી. ત્યારે હવે તેનું કામ પૂર્ણ થયું છે.
આ પણ વાંચો: કાશ્મીરથી લઈને પંજાબ સુધી હાઠ થિજવતી ઠંડી, જાણો આગામી દિવસોનું તાપમાન
Train નો આ રીતે જોવા મળે રૂટ
આ Train નો રૂટ જમ્મુથી કટરા પછી કટરાથી રિયાસી, રિયાસીથી સાંગલાદન અને સાંગલાદનથી બારામુલ્લા સુધી હશે. હાલમાં Train સાંગલાદાનથી બારામુલ્લા સુધી ચાલે છે અને જમ્મુથી કટરા છેલ્લું સ્ટેશન છે. અત્યાર સુધી કટરાથી રિયાસી, રિયાસીથી સાંગલાદાન સુધી કોઈ Trainની મુસાફરી નથી અને Kashmir માર્ગ દ્વારા દેશને રેલ દ્વારા જોડવામાં આ મુસાફરી સૌથી મહત્વપૂર્ણ છે. હવે ચિનાબ બ્રિજ અને T-33 Tunnel નું કામ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ દેશભરના લોકો Trainમાં બેસીને Kashmir ની ખીણની મજા માણી શકશે. T-33 Tunnel પૂર્ણ થયા બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કર્યું, ટનલ નંબર 1 અને અંજી ખાડ કેબલ બ્રિજ પરથી પસાર થતો પહેલો ઇલેક્ટ્રિક લોકોમોટિવ તકનીક અપનાવી છે.
આ પણ વાંચો: રાજીવ ગાંધી સરકાર દ્વારા પ્રતિબંધિત પુસ્તકને 36 વર્ષ બાદ મંજૂરી મળી