Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SWATI MALIWAL નો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, શરીર પર 4 જગ્યાએ ઈજાની થઈ પુષ્ટિ

SWATI MALIWAL MEDICAL REPORT : AAP ના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલિવાલ સાથે મારપીટના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે.  સ્વાતિ માલિવાલનો મેડિકલ રિપોર્ટ હવે સામે આવ્યો છે. આ મેડિકલ રિપોર્ટમાં આ કેસને લગતી ઘણી બાબતોનો ખુલાસો થયો છે. મળતી માહિતી...
12:25 PM May 18, 2024 IST | Harsh Bhatt

SWATI MALIWAL MEDICAL REPORT : AAP ના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલિવાલ સાથે મારપીટના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે.  સ્વાતિ માલિવાલનો મેડિકલ રિપોર્ટ હવે સામે આવ્યો છે. આ મેડિકલ રિપોર્ટમાં આ કેસને લગતી ઘણી બાબતોનો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર, આ મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, સ્વાતિના શરીર પર 4 જગ્યાએ ઈજા થઈ છે. આ રિપોર્ટના અનુસાર, સ્વાતિના ડાબા પગ અને ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. એટલું જ નહીં સ્વાતિ માલિવાલના ડાબી આંખના નીચે ઈજાના નિશાન વિશે પણ આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સ્વાતિ માલીવાલની ત્રણ કલાક સુધી મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી, જેમાં તેમનો એક્સ-રે અને સીટી સ્કેન પણ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સ્વાતિના મેડિકલ રિપોર્ટમાં આ વિગતો હવે સામે આવી છે. તમને જણાવી દઈએ કે 13 મેના રોજ સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે સ્વાતિ માલીવાલ પર કથિત હુમલો થયો હતો. સીએમના પીએ બિભવ કુમારે પણ હુમલો કર્યો હતો.

શું છે SWATI MALIWAL લનો આરોપ ?

સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે, 13 મેના રોજ CM ના સત્તાવાર આવાસ પર કેજરીવાલના અંગત મદદનીશ બિભવ કુમારે તેમના પર હુમલો કર્યો હતો. શુક્રવારે રાજ્યસભાના સાંસદ તીસ હજારી કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા ત્યારે કથિત હુમલાની વિગતો બહાર આવી. આ મામલે તેમનું નિવેદન, તેમના પરના કથિત હુમલા અંગેની FIR માં, માલીવાલે દાવો કર્યો હતો કે કુમારે તેમને “પૂરી તાકાતથી વારંવાર” મારી હતી, પરંતુ કોઈ તેમના બચાવમાં આવ્યું ન હતું. તેણીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કુમારને તે પીરીયર્ડ્સમાં છે અને પીડા અનુભવે છે તેમ જણાવવા છતાં તે હટ્યો નહી. FIR મુજબ, તે સોમવારે સવારે 9 વાગ્યે કેજરીવાલને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળવા ગઈ હતી. ઘટનાઓને યાદ કરીને, તેણીએ પોલીસને કહ્યું કે તેણી કેમ્પ ઓફિસની અંદર ગઈ અને કુમારને ફોન કર્યો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં.

તેણી રહેણાંક વિસ્તાર તરફ ગઈ અને સ્ટાફને કેજરીવાલને તેના આગમનની જાણ કરવા કહ્યું. તેમણે કહ્યું કે, “મને કહેવામાં આવ્યું કે તે ઘરમાં હાજર છે અને મને ડ્રોઈંગ રૂમમાં રાહ જોવાનું કહેવામાં આવ્યું.” તેણીએ કહ્યું કે, જ્યારે તે કેજરીવાલની રાહ જોઈ રહી હતી, ત્યારે કુમાર રૂમમાં પ્રવેશ્યા અને કોઈપણ ઉશ્કેરણી વિના તેના પર બૂમો પાડવા લાગ્યા અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો. “જ્યારે હું ચીસો પાડતી રહી, તેણે મને ઓછામાં ઓછા 7-8 વાર થપ્પડ માર્યા હતા. હું એકદમ ચોંકી ગઇ અને વારંવાર મદદ માટે ચીસો પાડતી રહી. મારી જાતને બચાવવા માટે, મેં તેને મારા પગથી દૂર ધકેલી દીધો.” તે સમયે, તેણે મને ધક્કો માર્યો, મને લગભગ ખેંચી અને જાણીજોઈને મારો શર્ટ ખેંચ્યો. મારા શર્ટના બટનો ખૂલી ગયા અને શર્ટ ઉપર આવી ગયો. હું સેન્ટર ટેબલ પર માથું અથડાવીને ફ્લોર પર પડી ગઇ. મેં સતત ફોન કર્યો. મદદ કરો. દરમિયાન બિભવે મને ધમકાવીને કહ્યું, “તું જે ઇચ્છે તે કરી શકે છે, તું અમારું નુકસાન નહીં કરી શકે. અમે તારા હાડકાં તોડી નાખીશું અને તને એવી જગ્યાએ દફનાવીશું જ્યાં કોઈને ખબર પણ ન પડે.”

આ પણ વાંચો : PM મોદી પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા?

Tags :
Aam Aadmi PartyArvind KejriwalcontroversyDelhiRAJSABHA SANSADSwati MaliwalSWATI MALIWAL AAPSWATI MALIWAL ATTACKEDSwati Maliwal Bibhav Kumar
Next Article