Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

22 દેશોની ભાષાનું જ્ઞાન ધરાવનાર 5મું ધોરણ ભણેલા ગાઇડનું સંદિગ્ધ મોત..!

નાની ઉંમરે અનેક દેશો અને વિદેશી ભાષાઓનું જ્ઞાન ધરાવતા ગાઈડ કાલુનું મધ્યપ્રદેશના ગ્વાલિયર કિલ્લામાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે કાલુએ કિલ્લા પરથી કૂદીને આત્મહત્યા કરી છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કાલુનો મૃતદેહ આજે સવારે કિલ્લાની...
22 દેશોની ભાષાનું જ્ઞાન ધરાવનાર 5મું ધોરણ ભણેલા ગાઇડનું સંદિગ્ધ મોત
નાની ઉંમરે અનેક દેશો અને વિદેશી ભાષાઓનું જ્ઞાન ધરાવતા ગાઈડ કાલુનું મધ્યપ્રદેશના ગ્વાલિયર કિલ્લામાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે કાલુએ કિલ્લા પરથી કૂદીને આત્મહત્યા કરી છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કાલુનો મૃતદેહ આજે સવારે કિલ્લાની તળેટીમાં જોવા મળ્યો હતો. જે બાદ આ અંગેની માહિતી મળતા પોલીસ સ્ટેશન બહોદાપુર ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ સાથે પોલીસ મામલાની તપાસ કરી રહી છે કે આ અકસ્માત છે કે પછી કાલુ સાથે કોઈ ઘટના બની છે.
કાલુ સ્મેકનો વ્યસની હતો
પોલીસને પ્રાથમિક માહિતી મળી છે કે કાલુ સ્મેકનો વ્યસની હતો અને દરરોજ સવારથી સાંજ સુધી ધુમ્રપાન કરતો હતો. તેને પણ ઘટનાનું કારણ પણ જણાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કાલુના કિલ્લા પર ગાઈડનું કામ છોડીને તે માત્ર નશાનો વ્યસની બની ગયો હતો.આ સાથે જ  કાલુની હત્યા પણ થઇ હોવાની પોલીસને શંકા છે.  પોલીસ આ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે કાલુના મોત પાછળનું કારણ શું હતું.
25 વર્ષની ઉંમરે તેણે 22 દેશોની ભાષાનું જ્ઞાન મેળવ્યું
ઉલ્લેખનીય છે કે, 25 વર્ષીય કાલુનું બાળપણ ગ્વાલિયરમાં જ વીત્યું હતું. 5મું ધોરણ સુધી ભણેલા કાલુને હિન્દી, અંગ્રેજીની સાથે-સાથે ઘણી વિદેશી ભાષાઓનું પણ જ્ઞાન હતું અને કાલુ વિદેશી પ્રવાસીઓને અંગ્રેજીની સાથે સાથે તેમની ભાષામાં પણ ઈતિહાસ સંભળાવતો હતો, આ જોઈને બધા ચોંકી ગયા હતા. સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વના કોઇ પણ ખુણેથી પર્યટક આવ્યો હોય, તેમને માત્ર તેમની ભાષામાં માત્ર કાલુ જ ગાઇડ કરી શકતો હતો.   કાલુ બાળપણથી જ કિલ્લા પર રહેતો હતો અને તે ધીમે ધીમે કિલ્લાની મુલાકાતે આવતા વિદેશી પર્યટકો સાથે વાત કરી દરેક ભાષાનું જ્ઞાન મેળવતો રહ્યો હતો અને 25 વર્ષની ઉંમરે તેણે 22 દેશોની ભાષાનું જ્ઞાન મેળવ્યું.
કાલુની લાશ શંકાસ્પદ સંજોગોમાં કિલ્લાની નીચેથી મળી આવી
સ્થાનિકોએ જણાવ્યું કે કાલુને થોડા વર્ષોથી ડ્રગ્સની એવી ખરાબ આદત પડી ગઈ હતી કે તે આખો દિવસ ધૂમ્રપાન કરતો હતો અને તેણે વિદેશી પ્રવાસીઓને માર્ગદર્શન આપવાનું પણ બંધ કરી દીધું હતું. પ્રખ્યાત ગાઈડ કાલુને ડ્રગ્સનું ખરાબ વ્યસન હતું. જેના કારણે તે દિવસ-રાત સ્મેક લેવા લાગ્યો હતો અને આ જ કારણ છે કે આજે સવારે કાલુની લાશ શંકાસ્પદ સંજોગોમાં કિલ્લાની નીચેથી મળી આવી હતી. ત્યાંથી પસાર થતા લોકો જ્યારે ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે તેમની નજર લાશ પર પડી, ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરી,.જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મૃતદેહ ગાઈડ કાલુની હોવાનું જાણવા મળ્યું. કાલુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને પોલીસે તેની તપાસ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.