ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad Heat Wave: ગુજરાતમાં સૂર્યનારાયણ થયા કોપાયમાન, અમદાવાદમાં ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકોર્ડ

Ahmedabad Heat Wave: ગુજરાતમાં અત્યારે ગરમીએ માઝા મુકી દીધી છે. આવી કોપાયમાન ગરમીના કારણે અનેક લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં કેટલાક લોકોને આવી ભીષણ ગરમીના કારણે હીટ સ્ટ્રોક પણ આવ્યાં છે. 2024 ની ગરમી...
08:58 AM May 23, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad Heat Wave

Ahmedabad Heat Wave: ગુજરાતમાં અત્યારે ગરમીએ માઝા મુકી દીધી છે. આવી કોપાયમાન ગરમીના કારણે અનેક લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં કેટલાક લોકોને આવી ભીષણ ગરમીના કારણે હીટ સ્ટ્રોક પણ આવ્યાં છે. 2024 ની ગરમી જનજીવન માટે જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટી માટે જીવલેણ બની ગઈ છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરમાં અત્યારે ભારે ગરમી પડી રહીં છે. એવું લાગી રહ્યું છે કે, સૂર્યદેવ પૃથ્વીથી ભારે ગુસ્સે થઈ ગયા છે. ગુજરાતમાં અત્યારે ખુબ જ ગરમી પડી રહીં છે.

રાજ્યમાં 8 દિવસથી થઈ રહી છે અગનવર્ષા

ગુજરાતમાં તો જાણે સૂર્યનારાયણ પોતાનો કોઈ વ્યક્તિગત ખાર રાખીને કોપાયમાન થયા છે. રાજ્યમાં છેલ્લા 8 દિવસથી સતત ભારે અગનવર્ષા થઈ રહી છે. એટલું જ નહીં પરંતુ હજી પણ 5 દિવસ સુધી આગ ઓગતી ગરમી પડશે તેવી સંભાવના વર્તાઈ રહીં છે. આ સાથે સાથે રાજ્યના 12થી વધુ શહેરોમાં હીટવેવ પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં તો ગરમીએ પોતાનો 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તમને જણાવી દઇએ કે,અમદાવાદ અને કંડલામાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવા સમય ઘરની બહાર નીકળવું ખુબ જ કપરૂ બની જાય છે.

ભીષણ ગરમીના કારણે અત્યાર સુધી 10 લોકોના મોત

તમને જણાવી દઇએ કે, રાજ્યમાં રાજ્યમાં ભીષણ ગરમીના કારણે અત્યાર સુધી 10 લોકોના મોત થયાના સમાચાર પણ સામે આવ્યાં છે. તકેદાકીના ભાગરૂપે કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. કારણે કે, આવી ગરમીમાં કામ કરવાથી મજૂરોના સ્વાસ્થ્યને ભારે અસર થઈ શકે છે. ગરમી એવી છે કે, ઘરની બહાર નીકળી શકાય તેમ નથી તો પછી કામ કેવી રીતે કરી શકાય? તેથી બપોરે કામ કરવા પર રોક લગાવી દેવામાં આવી છે.

રાજ્યમાં ગરમીના ચોંકાવનારા આંકડા
અમદાવાદ46 ડિગ્રી તાપમાન
હિમ્મતનગર
46.1 ડિગ્રી તાપમાન
કંડલા46 ડિગ્રી તાપમાન
અમરેલી
44.9 ડિગ્રી તાપમાન
સુરેન્દ્રનગર
45.8 ડિગ્રી તાપમાન
ગાંધીનગર
45.7 ડિગ્રી તાપમાન
ડીસા
44.3 ડિગ્રી તાપમાન
રાજકોટ
44.2 ડિગ્રી તાપમાન
ભુજ
44.3 ડિગ્રી તાપમાન
મહુવા
43.2 ડિગ્રી તાપમાન
કેશોદ42 ડિગ્રી તાપમાન
ભાવનગર41 ડિગ્રી તાપમાન

બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઇએ

નોંધનીય છે કે, આવી ગરમીમાં તમારે પણ સાવચેતી રાખવી ખુબ જ આવશ્યક છે. અત્યારે બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઇએ, બાળકોને પણ ઘરની બહાર ના જવા દેવા, વારંવાર પાણી પીવાનું રાખવું, જો તરસ ના લાગે તો પણ પાણી પીતા જ રહેવું. આવી અનેક બાબતો છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઇએ.પેલી કહેવત છે ને કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ પહેલા આપણા શરીરનું ધ્યાન રાખવું જોઇએ. તો ગરમીથી બચવા જે ઉપાયો શક્ય હોય તે અપનાવી લેજો. કારણ કે, હજી પણ રાજ્યમાં ગરમીના આંકડા વધી શકે છે.

આ પણ વાંચો: Heat Wave : રાજ્યમાં જીવલેણ બની ગરમી, 10ના મોત

આ પણ વાંચો: Dahod: સાસરે પહોંચે તે પહેલા જ નવવધૂને પ્રેમી ઉઠાવી ગયો, વરરાજા દોડ્યો પોલીસ સ્ટેશન

આ પણ વાંચો: Vapi : ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રેલવે ટ્રેક પર ચઢી, સામેથી આવી ટ્રેન અને પછી…

Tags :
Ahmedabad Heat WaveAhmedabad Newsahmedabad weatherheat waveHeat Wave in ahmedabadHeat Wave in Gujaratheat wave indiaheat wavesimd weather update todayVimal Prajapatiweather news
Next Article